January 3, 2025

SRH સામેની હાર બાદ ઋષભ પંતને પોતાના નિર્ણય પર થયો પસ્તાવો

IPL 2024: દિલ્હી કેપિટલ્સ ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં એકતરફી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 266 રન બનાવ્યા હતા. જે બાદ દિલ્હીની ટીમે 99 રન જ બનાવી શકી હતી.

આક્રમક સ્ટાઈલ મળી જોવા
IPLની 17મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની આક્રમક સ્ટાઈ જોવા મળી હતી. હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 266 રન બનાવી દીધા હતા. મહત્વની વાત એ છે કે આ ટીમે આ સિઝનમાં ત્રીજી વખત 250 પ્લસનો સ્કોર કર્યો છે. આ મેચમાં સૌથી વધારે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા ચમક્યા હતા. આ બંનેએ પ્રથમ 6 ઓવરમાં દિલ્હી કેપિટલ્સ માટે મેચનો અંત લાવી દીધો હતો, જેમાં બંનેએ મળીને સ્કોર 125 રન સુધી પહોંચાડ્યો હતો. જોકે ત્યારથી જ નક્કી થઈ ગયું હતું કે દિલ્હીને હારનો સામનો કરવો પડી શકે છે. આ મેચમાં હાર ઋષભ પંતે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાના નિર્ણય પર સૌથી વધુ અફસોસ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: DC vs SRH: હૈદરાબાદ જીત સાથે પોઈન્ટ ટેબલમાં આટલા નંબરે પહોચ્યું 

રનને રોકવાની તક હતી
દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં હાર બાદ બોલિંગ કરવાનો નિર્ણય ખોટ કર્યો હોવાનું તેણે જણાવ્યું હતું. મારો એક જ વિચાર હતો કે બીજી ઇનિંગ્સ દરમિયાન ઝાકળ પડી શકે છે, પરંતુ તે બિલકુલ ન આવ્યું હતું. બીજા દાવમાં, પીચ પર અથડાયા પછી બોલ વધુ અટકી રહ્યો હતો, જે અમારી ધારણા કરતાં વધુ હતો, પરંતુ જ્યારે તમે 260 થી 270 રનનો પીછો કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ હવે તેમની આગામી મેચ ગુજરાત ટાઇટન્સ સામે 24 એપ્રિલે તેમના હોમ ગ્રાઉન્ડ પર રમવાની છે.