December 27, 2024

પર્પલ અને ઓરેન્જ કેપની રેસમાં નવા ખેલાડીની એન્ટ્રી

IPL 2024:  લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે શુક્રવારે, 19 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 82 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે માત્ર તેની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી નથી. પરંતુ તે ટોપ-5 બેટ્સમેનોમાં પણ સામેલ છે. જેમણે સારા એવા રન બનાવ્યા છે. IPL 2024માં સૌથી વધુ રન બનાવ્યા છે. આઈપીએલ 2024માં કેએલ રાહુલના હવે 7 મેચમાં 286 રન છે. તેને આ યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોની સાથે સામેલ કરવામાં આવ્યો છે.

રેકોર્ડ પર એક નજર
ટોપ-5 બેટ્સમેનોની આ યાદીમાં કેએલ રાહુલ, વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત રેયાન પરાગ અને સંજુ સેમસનનું નામ પણ સામેલ છે. જેને એક નવો માઈલસ્ટોન ઊભો કર્યો છે. ઓરેન્જ કેપની વાત કરીએ તો હાલમાં તે RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના માથા પર શોભી રહી છે. કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં સૌથી વધુ 361 રન બનાવ્યા છે, જ્યારે રિયાન પરાગ 318 રન સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. કોહલી અને પરાગ સિવાય હજુ સુધી કોઈ બેટ્સમેન 300 રનનો આંકડો પાર કરી શક્યો નથી. જોકે, આ પહેલાની સીઝનમાં પણ કોહલી પાસે લાંબા સમય સુધી સિદ્ધિની આ કેપ રહી છે.

સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

                      પ્લેયર                           મેચ                              રન 
                વિરાટ કોહલી                            7                              362
                 રિયાન પરાગ                            7                              318
                  રોહિત શર્મા                            7                              297
                  કેએલ રાહુલ                           7                               286
                  સંજુ સેમસન                           7                              276

આ પણ વાંચો: MS ધોની પહેલા બેટિંગ કરવા કેમ નથી આવી રહ્યો?

સૌથી વધુ વિકેટ લેનાર બોલર

               પ્લેયર                              મેચ                                વિકેટ
         જસપ્રીત બુમરાહ                            7                                 13
         યુઝવેન્દ્ર ચહલ                            7                                 12
         ગેરાલ્ડ કોએત્ઝી                            7                                  12
          મુસ્તાફિઝુર રહેમાન                           7                                 11
          ખલીલ અહેમદ                           7                                 10


બોલર્સની તાકાત
પર્પલ કેપની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓ હાલમાં આ યાદીમાં રાજ કરે છે. મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રિત બુમરાહ અને રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલ વચ્ચે સૌથી વધુ વિકેટ લેવાની લડાઈ ચાલુ છે.હાલમાં, બુમરાહ 13 વિકેટ સાથે આ યાદીમાં ટોચ પર છે. જ્યારે ચહલે IPL 2024માં અત્યાર સુધીમાં 12 વિકેટ ઝડપી છે. IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરોની યાદીમાં જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ ઉપરાંત ગેરાલ્ડ કોએત્ઝી, મુસ્તાફિઝુર રહેમાન અને ખલીલ અહેમદનું નામ સામેલ છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સનો મતિશા પથિરાના 9 વિકેટ સાથે 9માં સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સનો યશ ઠાકુર 8 વિકેટ સાથે 14માં સ્થાને પહોંચી ગયો છે.