January 15, 2025

PBKS vs MI: પંજાબ કિંગ્સને ઝટકો, આ ખેલાડી આજે નહીં રમે

IPL 2024: પંજાબ કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સની આજની મેચ આજે ચંદીગઢમાં રમાવાની છે. પરંતુ આ વચ્ચે પંજાબ કિંગ્સની જટકો લાગ્યો છે. જેમાં શિખર ધવન આ મેચમાં નહીં રમે અને કહેવામાં આવી રહ્યું છે. તેઓ ઈજાના કારણે ખુબ પરેશાન છે. જેના કારણે તેઓ આજની મેચ નહીં રમે.

શિખર ધવન ઈજાગ્રસ્ત
કેપ્ટન શિખર ધવન પંજાબ કિંગ્સ માટે આજની મેચ પણ રમી શકશે નહીં. આ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આવનારી મેચ પહેલા તે સ્વસ્થ થઈ જશે. પરંતુ એવું થયું નહીં અને હવે તેઓ આજની મેચ પણ રમી શકશે નહી કારણે તેમને હજૂ પણ ઈજાથી રાહત થઈ નથી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધવનની ગેરહાજરીમાં સેમ કુરેને પંજાબ કિંગ્સની કમાન સંભાળી હતી. હાલ ધવન ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રમી શકશે નહી.

સૌથી વધુ રન બનાવ્યા
પંજાબની ટીમ માટે તકલીફ એ છે કે ટીમનું આ સિઝનમાં ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ વર્ષની સિઝનમાં જેણે સૌથી વધારે રન બનાવ્યા ટીમના કેપ્ટન તેઓ પણ હાલ મેચની બહાર છે. સેમ કુરાનની કેપ્ટનશીપ હેઠળ પંજાબની ટીમ તેની છેલ્લી મેચ રાજસ્થાન સામે ત્રણ વિકેટે હારી ગઈ હતી. શિખર ધવને તેની ટીમ માટે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે તેમાં તેણે 152 રન બનાવ્યા છે. બીજા સ્થાનની વાત કરવામાં આવે તો સૌથી વધુ રન બનાવનાર શશાંક સિંહ છે. તેણે 6 મેચમાં 146 રન બનાવ્યા છે.

છ પોઈન્ટે પહોંચી જશે
હાલમાં પંજાબની ટીમ અત્યાર સુધીમાં 6 મેચમાંથી 2 મેચમાં જ જીત પ્રાપ્ત કરી શકી છે. જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં 8માં સ્થાન પર છે. આજની મેચમાં જે પણ ટીમ જીત મેળવે છે તે 6 પોઈન્ટ સાથે આગળ વધશે. આજે જે પણ ટીમને હારે છે તેની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થશે. આવી સ્થિતિ જોઈને બંને ટીમ પંજાબ અને મુંબઈ જીતવાનો પુરો પ્રયાસ કરશે. હવે જોવાનું રહ્યું કે આજની મેચ કોણ જીતે છે.