PBKS vs RR: રાજસ્થાન રોયલ્સની પંજાબ સામે જીત, 3 વિકેટે હરાવ્યું
IPL 2024: ગઈ કાલની મેચમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન વચ્ચે મેચનું આયોજન થયું હતું. જેમાં રાજસ્થાનની ટીમનો વિજ્ય થયો હતો. પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. મહત્વની વાત એ છે કે રાજસ્થાન રોયલ્સે છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. અત્યાર સુધીમાં રાજસ્થાનની ટીમ 1 જ મેચ હારી છે.
કેવી રહી મેચ?
રાજસ્થાન રોયલ્સ સામેની હારને કારણે પંજાબ કિંગ્સને મોટું નુકસાન થયું છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો. જેમાં તેમણે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. જેમાંથી આશુતોષ શર્માએ સૌથી વધુ 31 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સની બોલિંગ જોરદાર રહી હતી.
આ પણ વાંચો: IPL 2024: આજે PBKS અને RR વચ્ચે ‘મહામુકાબલો’
મેચ રોમાંચક બની
મેચની બીજી ઇનિંગમાં રાજસ્થાન રોયલ્સ સામે 120 બોલમાં 148 રનનો આસાન ટાર્ગેટ આપ્યો હતો. તેણે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પંજાબની ટીમની બોલિંગ પણ શાનદાર જોવા મળ્યું હતું. છેલ્લી ઓવરમાં રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 10 રનની જરૂર હતી અને અર્શદીપ સિંહ તેને બચાવી શક્યો નહોતો. RR તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 39 રન બનાવીને શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. શિમરોન હેટમાયરે 10 બોલમાં 27 રન બનાવીને પોતાની ટીમ માટે મેચ પૂરી કરી હતી. પંજાબ તરફથી કેપ્ટન સેમ કુરાને અને કાગીસો રબાડા 2-2 જ્યારે અર્શદીપ સિંહ, લિયામ લિવિંગ્સ્ટન અને હર્ષલ પટેલે એક-એક વિકેટ લીધી હતી.