WhatsApp પર આવા ફોટા ન મોકલતા, એકાઉન્ટ થઈ જશે બંધ
અમદાવાદ: મોટા ભાગના લોકો આજે વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ તેના વપરાશકર્તા માટે પણ સુરક્ષા પર સતત કાર્ય કરી રહ્યું છે. વોટ્સએપનો ઉપયોગ કરો છે અને તમે ફોટો શેર કરવાનું તમારે સતત ચાલું હોય છે તો તમારે આ માહિતી જાણી લેવી જરૂરી છે. વોટ્સએપની પોતાની ગાઈડલાઈન્સ છે જેને અવગણીને અમુક પ્રકારના ફોટો શેર કરો છો, તો તમારી સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
વોટ્સએપની ગાઈડલાઈન વિરુદ્ધ
WhatsApp આજે લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ પાસે હશે. જેમાં દરેક લોકો અલગ અલગ પ્રકારની માહિતીની સાથે ફોટો વીડિયો શેર કરતા હોય છે. જો કે તમે WhatsApp પર મેસેજ મોકલવા અને ફોટો શેર કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છો પરંતુ તેના માટે પણ અમુક WhatsAppના નિયમો છે. જો તમે વોટ્સએપની ગાઈડલાઈનની વિરોધમાં ફોટો શેર કરવામાં આવશે તો તમારુ એકાઉન્ટ બંધ થઈ જશે.
આ પણ વાંચો: વોટ્સએપમાં આવ્યું ઉપયોગી ફીચર!
ખાસ ધ્યાન રાખવું જોઈએ.
WhatsApp આજે લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ માટે એક મુખ્ય જરૂરિયાત બની ગયું છે. આમાં અમને ઇન્સ્ટન્ટ મેસેજિંગ, વૉઇસ કૉલિંગ, વિડિયો કૉલિંગ જેવી બીજી ઘણી શ્રેષ્ઠ સેવાઓ મળે છે. આ કામો ઉપરાંત, આજકાલ વોટ્સએપનો ઉપયોગ ફોટો શેરિંગ અને ડોક્યુમેન્ટ શેરિંગ માટે પણ સૌથી વધુ થાય છે. જો કે તમે WhatsApp પર મેસેજ મોકલવા અને ફોટો શેર કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છો, પરંતુ શું તમે જાણો છો કે WhatsAppના પણ કેટલાક નિયમો છે. જો તમે વોટ્સએપની ગાઈડલાઈન વિરુદ્ધ કંઈ કરો છો તો તમારું એકાઉન્ટ તરત જ બંધ થઈ શકે છે.
કોઈને ઠેસ ના પહોંચે
WhatsAppમાં તમે કોઈ ફોટો ગ્રુપમાં શેર કરો છો તો તેના માટે પણ ખાસ નિયમો છે. જો તમે વારંવાર તમારા વોટ્સએપ મેસેજમાં રાષ્ટ્ર વિરોધી ફોટા અથવા કોઈ પણ ફેંક સમાચાર મોકલી રહ્યા છો. તો તમારી સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે છે. દેશવિરોધી પ્રવૃત્તિને લઈને પોલીસ તમારી પર કાર્યવાહી કરી શકે છે. જો તમે તમારા વોટ્સએપ મેસેજમાં બાળ અપરાધ સાથે જોડાયેલા ફોટા શેર કરો છો તો તમારી પર કાર્યવાહી થઈ શકે છે. આ ફોટાને લઈને તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. જો તમે તમારા ફોટા દ્વારા કોઈની મજાક ઉડાવો છો તો તેના થકી પણ તમારી કાર્યવાહી કરવામાં આવી શકે છે. તમારે તે ચોક્કસ ધ્યાન રાખવું પડશે કે તમે જે ફોટા શેર કરો છો તેના થકી કોઈને ઠેસ ના પહોંચે.