December 23, 2024

અમદાવાદમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવોની ઉજવણી કરાઇ

અમદાવાદ: આજે 9 એપ્રિલ મંગળવારે હિન્દુ સંસ્કૃતિનું નવું વર્ષ અને મહારાષ્ટ્રિયન સમાજનું નવું વર્ષ ગુડી પડવાનો પર્વ ઉજવાયો હતો. આ દિવસથી મહારાષ્ટ્રીયન સમાજના નવવર્ષનો પણ પ્રારંભ થયો છે. જેના પગલે લોકો સૂર્યોદય પહેલા ઘરમાં ગુડીની સ્થાપના કરી હતી. બાદ બપોરે ઘરમાં નૈવેદ્ય કર્યા હતા. ગુડી પડવાથી નવા વર્ષનો પ્રારંભ થતા જ મહારાષ્ટ્રીયન સમાજના લોકો એકબીજાના ઘરે જઇને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન અમદાવાદમાં પણ મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા એક રેલી રાયખડથી શરૂ થઈ હતી અને સાંજે જગન્નાથ મંદિર ખાતે સાંજે સંપન્ન થઇ હતી.

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત હિન્દુ સંસ્કૃતિનું નવું વર્ષ અને મહારાષ્ટ્રિયન સમાજનું નવું વર્ષ હોવાથી સવારે દરેક લોકો એ ઘરના આંગણામાં ગુડી ઊભી કરી હતી અને પછી બપોરે સંસ્કૃતિની ઓળખ માટે બાઈક રેલીનું આયોજન કર્યું હતું.

આ રેલી રાયખડથી શરૂ થઈ હતી અને ભદ્ર, આશ્રમ રોડ, પંચવટી, પાલડી, દક્ષિણી, હાટકેશ્વર, ખોખરા, મણિનગર, જમાલપુર થઇ જગન્નાથ મંદિર ખાતે સાંજે સંપન્ન થઇ હતી. આવી રીતે મહારાષ્ટ્રીયન લોકોએ અમદાવાદ ખાતે નવા વર્ષની ઉજવણી કરી હતી.