January 15, 2025

આસામમાં 12 લોકોને મંદિર જતા મળ્યું મોત, પીએમ મોદીએ સહાયની કરી જાહેરાત

દિલ્હી: “કોણ જાણી શકે કાળને રે ઓચીંતો ક્યારે આવી જશે”.. એક બાજૂ દેશભરમાં ટ્રકચાલકોએ નવી પોલીસીને કારણે સરકાર સામે બાયો ચડાવી છે. તો બીજી બાજૂ અકસ્માત સતત થઈ રહ્યા છે. અકસ્માતના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ફરી એક વખત આસામમાં અકસ્માતમાં 12 લોકો હોમાઈ ગયા છે.

કાળમુખો ટ્રક લઈ ગયો 12ને
આસામમાં બુધવારે તારીખ 3-1-2024ના મોટો અકસ્માત થયો છે. જેમાં પેસેન્જર બસ અને ટ્રક સાથે અથડાતા 12 લોકોના મોત થયા હોવાની વિગતો મળી રહી છે. કાળમુખા ટ્રકના કારણે 12 લોકોના મોત થયા છે.

લોકો મોતને ભેટ્યા
આસામમાં આવેલા ગોલાઘાટ જિલ્લામાં આ અકસ્માત સર્જાયો છે. 12 લોકોના મોત થયા છે અને 25 ઘાયલ થયા છે. આ તમામ માહિતી સ્થાનિક પોલીસે આપેલી છે. બુધવારે સવારે અંદાજે સવારે 5 વાગ્યાના બની હતી. રાજેન સિંહે જણાવ્યું કે બસ ગોલાઘાટ જિલ્લાના કમરબંધા વિસ્તારમાંથી તિલિંગા મંદિર તરફ જઈ રહી હતી. આ સમયે બાલીજાન વિસ્તારમાં બસ એક ટ્રક સાથે અથડાતા લોકો મોતને ભેટ્યા છે. હાલ મૃતદેહોને ડેરગાંવ CHCમાં મોકલામાં આવ્યા છે.

સ્થાનિક લોકો ઘટનાસ્થળે
અકસ્માત બનતાની સાથે જ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ અકસ્માત એટલો ગંભીર હતો કે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થઈ ગયા છે. સ્થાનિક પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. લોકોમાં ચર્ચા કરવામાં આવી રહી છે કે આ તમામ મૃતકો એક જ ગામના અને અથવા એક જ વિસ્તારના હોય શકે છે.

આ પણ વાચો: યાત્રીગણ કૃપયા ધ્યાન દે…હવે APPના પ્લેટફોર્મ પરથી મળશે ટિકિટ