December 27, 2024

આજે વર્લ્ડ હેલ્થ ડે, આજથી જ સુધારો આ આદતો

અમદાવાદ: દર વર્ષે 7 એપ્રિલના દિવસે વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે. WHO અનુસાર આ વર્ષે વર્લ્ડ હેલ્થ ડેની થીમ “My Health, My Right” એટલે કે મારુ સ્વાસ્થ્ય, મારો અધિકાર રાખવામાં આવ્યું છે. આ થીમના આધારે લોકોને સ્વાસ્થ્ય સેવાઓ અંગે શિક્ષણ, માર્ગદર્શન અને તેના સૂચનો પ્રત્યે જાગ્રૃતતા લાવવાનો છે. દરેક વ્યક્તિને સાફ હવા, પાણી અને ખોરાક લેવાનો અધિકાર છે. મહત્વનું છેકે, વર્ષ 1948માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOની સ્થાપના થઈ હતી. જે બાદ 1950ને 7 એપ્રિલના દિવસે તેને વર્લ્ડ હેલ્થ ડેના રૂપમાં તેની ઉજવણી કરવામાં આવે છે.

આજે વર્લ્ડ હેલ્થ ડે નિમિતે 30 કે તેથી વધુ ઉંમરની મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વાત કરીશું. આ મહિલાઓ પર ઘર અને બહાર બંનેને જવાબદારીઓ હોય છે. આજકાલ તો મોડા લગ્ન કરવાનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે આ મહિલાઓ પર પરિવારને બનાવવાની જવાબદારીઓ વધુ આવી જાય છે. ત્યારે તેમનું સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે કેટલીક વસ્તુઓ કરવી જોઈએ. જેને તમારે તમારા ડેઈલી રૂટિનમાં ઉમેરવાથી શરીર વધારે સારુ થઈ જાય છે.

સવારે જલ્દી ઉઠવાની આદત
સવારે વહેલુ ઉઠવુ શરીર અને મગજ બંને માટે ખુબ જ સારુ છે. મોર્ડન દુનિયામાં લોકો કલાકો સુધી ફોનમાં હોય છે. રાતે મોડે સુધી સ્ક્રિનની સામે રહે છે. જેના કારણે તેમનું રૂટિન બગડી જાય છે. આ બધી વસ્તુના કારણે લોકો સવારે મોડા ઊઠે છે. જલ્દી ઉઠવાવાળા લોકોની પર્સનાલિટીમાં પોઝિટિવિટી જોવા મળે છે. જલ્દી ઉઠીને તમે એક્સસાઈઝ, રનિંગ, વોક કે પછી બીજી કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરી શકો છો. ટાઈમ મળવાના કારણે તમે બીજા અધુરા કામને પણ સરળતાથી પુરા કરી શકો છો.

શારીરિક પ્રવૃત્તિ
30 વર્ષની ઉંમર એક સીમાચિહ્નરૂપ છે. જેને પાર કર્યા પછી સ્વાસ્થ્યમાં ઘણા ફેરફારો થાય છે. તેથી આપણે શારીરિક રીતે સક્રિય રહેવું જોઈએ. વાસ્તવમાં ઉંમર ગમે તે હોય આપણે આપણી દિનચર્યામાં કસરત, ધ્યાન, યોગ અથવા અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ.

આ પણ વાંચો: આ લોકો લીંબુ પાણીથી રહે દૂર, થઈ શકે છે વધુ બીમાર

આરોગ્યપ્રદ ખોરાક
પેટ સ્વસ્થ ન હોય તો શરીર રોગોનું ઘર બની જાય છે. પેટ, લીવર, કીડની અને અન્ય અવયવોને સ્વસ્થ રાખવા માટે આપણે યોગ્ય ખાનપાન જાળવવું જોઈએ. આજકાલ લોકો જંક ફૂડના દિવાના છે અને આનાથી આપણે ખરાબ કોલેસ્ટ્રોલ સહિત અનેક રોગોનો શિકાર બનીએ છીએ. આપણે આપણા આહારમાં લીલા શાકભાજી અને ફળોનું વધુ સેવન કરવું જોઈએ. આ સિવાય જે લોકો એસિડિટીથી પરેશાન હોય તેમણે ખાલી પેટ નારિયેળ પાણી પીવું જોઈએ. નારિયેળનું પાણી એસિડ રિફ્લક્સથી રાહત અપાવવામાં મદદ કરે છે.

તણાવ ન લો
લોકો વ્યસ્ત જીવન અથવા જવાબદારીઓના બોજને કારણે તણાવ લે છે. માનસિક તણાવ વધે અને ડિપ્રેશનનું સ્વરૂપ લે છે. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે. નાની ઉંમરમાં તણાવ પણ હાર્ટ એટેક તરફ દોરી શકે છે. તણાવથી દૂર રહેવાના તમામ પ્રયાસો કરવા જોઈએ.