કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત
અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત કરણીસેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાની પણ અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય બહેનોએ જૌહર કરવાની જાહેરાત કરી હતી. તેમને સમજાવવા માટે મહિપાલસિંહ આવ્યા હતા.
Ahmedabadમાં કરણીસેનામાં ડખો, ઘર્ષણ બાદ મહિપાલસિંહની અટકાયત #ahmedabad #ahmedabadnews #NewsCapitalGujarat #JaneCheGujarat #rajput #Gujarat #Patel pic.twitter.com/8xGjZdiVMD
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 6, 2024
ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે મહિપાલસિંહ મકરાણા ક્ષત્રિય બહેનોને સમજાવવા માટે પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેમને મળવા નહોતા દીધા. તે સમયે પોલીસ સાથે થોડી બોલાચાલી થઈ હતી. તેને લઈને મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી છે.