December 23, 2024

આ મંત્રીએ ચૂંટણી એફિડેવિટમાં આપી ભ્રામક માહિતી, ફરિયાદ નોંધાઈ

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે, તિરુવનંતપુરમમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તેમના ચૂંટણી એફિડેવિટમાં ખોટી અને ભ્રામક માહિતી આપી છે.

UDF સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ તિરુવનંતપુરમ મતવિસ્તારના રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરી હતી અને ચૂંટણી સત્તાવાળાઓ પાસેથી ચંદ્રશેખર વિરુદ્ધ તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવાની માગ કરી હતી. કોંગ્રેસના નેતા થમ્પનૂર રવિએ આરોપ લગાવ્યો હતો કે, ચંદ્રશેખરે તેમની આવક, જંગમ અને સ્થાવર સંપત્તિના કુલ મૂલ્ય અને નાણાકીય આંકડાઓને તેમના ઉમેદવારી પત્રોમાં ખોટી રીતે રજૂ કર્યા છે.

બનાવટી એફિડેવિટ રજૂ કરવાનો આરોપ
એ બાદ એક અલગ ફરિયાદમાં એડવોકેટ અવની બંસલ ચંદ્રશેખર પર ચૂંટણી પંચ સમક્ષ નકલી સોગંદનામું સબમિટ કરવાનો આરોપ મૂક્યો હતો. બંસલે કહ્યું કે, તેમણે આ અંગે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી અધિકારી કેરળ અને તિરુવનંતપુરમના રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: 100 ઇંચથી વધુ વરસાદ હોવા છતાં ડાંગમાં પાણીની સમસ્યા

એફિડેવિટમાં મહત્વની માહિતી આપવામાં આવી નથી
અવની બંસલ કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ છે. આ સાથે કેરળ અને મધ્ય પ્રદેશ કોંગ્રેસ મહિલા સેવા દળમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રમુખ પણ છે. બંસલે આરોપ લગાવ્યો છે કે, ભાજપના ઉમેદવારે એફિડેવિટમાંથી તેમની જંગમ અને જંગમ મિલકતો અને વ્યવસાયિક હિતોને લગતી મહત્વની માહિતીને બાદ કરી દીધી છે.

બનાવટી દસ્તાવેજો પારદર્શિતાનું ઉલ્લંઘન કરે છે
UDF સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ કહ્યું છે કે નકલી દસ્તાવેજો માત્ર ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને નષ્ટ કરે છે, પરંતુ તે પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન કરે છે. જે મજબૂત લોકશાહી માટે જરૂરી છે.

કેરળમાં ક્યારે થશે મતદાન?
કેરળની વાત કરીએ તો અહીં 20 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. જે બીજા તબક્કામાં એટલે કે 26 એપ્રિલના યોજાશે. જેમાં કાસરગોડ, કન્નુર, વાડાકારા, વાયનાડ, કોઝિકોડ, મલપ્પુરમ, પોન્નાની, પલક્કડ, અલાથુર , થ્રિસુર, ચલાકુડી, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ, અલાપ્પુઝા, માવેલીક્કારા, પથાનમથિટ્ટા, કોલ્લમ, અટ્ટિંગલ અને તિરુવનંતપુરમની બેઠકોનો સમાવેશ થાય છે.