January 15, 2025

જાણો પંજાબ કિંગ્સ સામેની હાર બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન ગિલે શું કહ્યું?

IPL 2024: ગઈ કાલની મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબ કિંગ્સની ટીમ 3 વિકેટે જીત પ્રાપ્ત કરી હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી એ મેચમાં જીટીનો કેપ્ટન શુભમન ગિલની ટીમનું પ્રદર્શન નિરાશજનક જોવા મળ્યું હતું.

ટાર્ગેટ આપ્યો હતો
પંજાબની ટીમ 3 વિકેટે જીતી લીધી હતી. મેચમાં હાર્યા બાદ ટીનો કેપ્ટન શુભમન ગિલ ટીમના પ્રદર્શનથી ઘણો નિરાશ જોવા મળ્યો હતો. આ મેચમાં જીટીએ પંજાબ કિંગ્સને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ એમ છતાં ગુજરાતની ટીમને હારવાનો વારો આવ્યો હતો. પંજાબ કિંગ્સ સામેની ત્રણ વિકેટની હાર બાદ શુભમન ગિલે કહ્યું હતું કે તેની ટીમે જરૂરી રન બનાવ્યા હતા. પરંતુ કેચ છોડવાને કારણે તે સ્કોરનો બચાવ કરી શક્યા ના હતા.

આ પણ વાંચો:  રિષભ પંત પર મોટી કાર્યવાહી, BCCI એ 24 લાખનો દંડ ફટકાર્યો

બચાવ કરવો મુશ્કેલ
ટાઇટન્સના ફિલ્ડરોએ ઓછામાં ઓછા ત્રણ કેચ ગઈ કાલની મેચમાં છોડ્યા હતા. ટાઇટન્સના 200 રનના ટાર્ગેટનો પીછો કરતા શશાંક સિંહે 29 બોલમાં છ ચોગ્ગા માર્યા હતા. શશાંકે જીતેશ શર્મા સાથે છઠ્ઠી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે પંજાબની ટીમની જીત થઈ હતી. આ મેચમાં આશુતોષ શર્માએ 17 બોલમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી 31 રન બનાવ્યા હતા.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: પ્રભસિમરન સિંહ, સેમ કુરન, શશાંક સિંહ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ, શિખર ધવન (કેપ્ટન) જોની બેરસ્ટો, જીતેશ શર્મા (વિકેટકીપર)

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન:વિજય શંકર, રિદ્ધિમાન સાહા (વિકેટ-કીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, કેન વિલિયમસન, રાશિદ ખાન, વિજય શંકર, અઝમતુલ્લા ઓમરઝાઇ, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, ઉમેશ યાદવ, દર્શન નલકાંડે.