January 6, 2025

CID ક્રાઇમે રોકાણના નામે કૌભાંડ આચરનાર આરોપીની કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમરેલીમાં રાઈટ ગ્રૂપ ફાઇનાન્સ લિમિટેડ નામે યુકેમાં કંપની રજીસ્ટર કરાવીને મેરા ટ્રેડ ફાઈવ પ્લેટફોર્મ મારફતે એપ્લિકેશન અપલોડ કરીને સોશિયલ મીડિયા દ્વારા રોકાણકારોને રોકાણ પર પાંચ થી સાત ટકા વળતર આપવાનું કહીને છેતરપિંડી આચરી હતી. આ આરોપીઓએ કંપનીની રાઈટ ટેક્સ એપ્લિકેશનમાં રોકાણકારો દ્વારા એકાઉન્ટ ખોલાવી વિદેશી કરન્સીનું ખરીદ વેચાણ કરવાનું કહીને છેતરપીંડી કરી હતી. CID આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પંકજ વઘાસિયા, શક્તિસિંહ વાઘેલા, અક્ષયરાજસિંહ વાઘેલા અને ગૌરવ સોજીત્રા ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ત્રણ આરોપી રવિરાજસિંહ વાઘેલા, કેતન વાટલીયા અને ઉમેશ સહિત 36 આરોપીઓ વોન્ટેડ હોવાનો ખુલ્યું છે.

આ પણ વાંચો:  તાલીમ દરમિયાન ગેરહાજર 263 કર્મચારીઓને ચૂંટણી પંચે નોટિસ ફટકારી

આ આરોપીઓ મોડ્સ ઓપરેન્ડી એવી છે કે ફોરેક્સ ટ્રેડિંગ કરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને રોકાણ કરવા એક વ્યક્તિ દીઠ 32 લાખ રૂપિયા મેળવી લઈને 5 થી 7 ટકાનું વળતર આપવાની લાલચ આપી અને એક બીજા એજન્ટ બનાવીને પૈસા વળતર લાલચ આપી કરોડોની ઠગાઈ આચરી છે. જેમાં અત્યાર સુધીમાં 7.44 કરોડ ચીટીગ આચર્યું છે. હાલ તો જુદી જુદી ટીમો બનાવી વોન્ટેડ આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.