રિષભ પંત પર મોટી કાર્યવાહી, BCCI એ 24 લાખનો દંડ ફટકાર્યો
IPL 2024: દિલ્હી કેપિટલ્સ સિઝનની તેમની ચોથી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 106 રનથી હારી ગઈ હતી. પરંતુ આ વચ્ચે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતની મુશ્કેલીમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં 4 મેચમાંથી દિલ્હીની માત્ર 1 જ જીત થઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં ટીમે ખૂબ જ શરમજનક પ્રદર્શન ગઈ કાલે જોવા મળ્યું હતું. કારણ કે 106ના રન સાથે પરાજ્ય થયો છે. હવે ઋષભ પંત સામે BCCIએ મોટી કાર્યવાહી કરી છે.
બીસીસીઆઈની કાર્યવાહી
BCCIએ રિષભ પંત સામે એટલે કાર્યવાહી કરી છે કારણ કે તેમણે ધીમી ઓવર રેટ કરી હતી. તમને જણાવી દઈએ કે આ સિઝનમાં આ બીજી વખત છે જ્યારે રિષભ પંતને સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા તેને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે તેણે બીજી વખત એવું કર્યું જેના કારણે તેને 24 લાખ દંડ ફટકારવામાં આવ્યો છે. પંતની કપ્તાનીમાં દિલ્હી આ બંને મેચોમાં નિયમિત સમયની અંદર 20 ઓવર પણ પૂરી કરી શકી ન હતી.
આ પણ વાંચો: IPL 2024: મેચ પહેલા ડેવિડ વોર્નરે બજરંગબલીની તસવીર શેર કરી
પ્રતિબંધનો ખતરો
સ્લો ઓવર રેટના નિયમો અનુસાર જો પહેલી વખત ભૂલ થાય છે તો તેમને 12 લાખનો દંડ ફટકારવામાં આવે છે. જો બીજી વખત એવું થાય છે તો તેને 24 લાખ દંડ ફટકારવામાં આવે છે. ટીમના અન્ય ખેલાડીઓને પણ 6 લાખ રુપિયા અથવા મેચના 25% દંડ ફટકારવામાં આવ્યો છે. જો આવનારા સમયમાં પણ જો આવી ભૂલ થાય છે તો 30 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવે છે. અત્યાર સુધી તે 2 વખત તેની ઉપર સ્લો ઓવરને લઈને કાર્યવાહી કરવામાં આવી ગઈ છે.
દિલ્હી કેપિટલ્સે કાળજી લેવી પડશે
સ્લો ઓવર રેટના નિયમ હેઠળ ટીમે 90 મિનિટમાં 20 ઓવરને સમાપ્ત કરવાની હોય છે. જેમાં ગઈ કાલની મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 20 ઓવર નાખવામાં 2 કલાકનો સમય લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દિલ્હીની ટીમની ખુબ ભયાનક હાર થઈ હતી. હવે જોવાનું રહ્યું રિષભ પંત હજુ પણ ભૂલ કરે છે કે નહીં.