ઉનાળું પાકના વાવેતર બાદ સિંચાઈનું પાણી ન હોવાથી ખેડૂતોમાં ચિંતા
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના ખેડૂતોએ શિયાળુ પાક લીધા બાદ હવે ઉનાળાનું વાવેતર શરૂ કર્યું છે. ઉનાળુ પાકમાં બાજરી મગફળી સહિત ઘાસચારાનું 1.82 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. જો કે, એક તરફ જળાશયોમાં પાણી ઘટ્યા છે, તો બીજી તરફ ઉનાળામાં સિંચાઈ માટે પાણી નથી મળવાનું જેને લઇને પણ ખેડૂતો ચિંતિત છે. ત્યારે તો પાકનું વાવેતર કર્યું છે, પરંતુ ઉનાળુ ખેતી માટે સિંચાઈના પાણીને લઈને એક પ્રશ્નાર્થ છે.
શિયાળુ પાક લીધા બાદ બનાસકાંઠામાં ખેડૂતોએ બાજરી મગફળી શાકભાજી અને ઘાસચારો આ ઉનાળુ પાક પેદાશોનું વાવેતર કર્યું છે. ઉનાળા ખેતી માટે કમરકસી છે. ખેડૂતો મોંઘા ભાવના બિયારણ ખાતર જંતુનાશક દવાઓ મજૂરી પાછળ મોટો ખર્ચ કરી રહ્યા છે અને પાકના અને ઉત્પાદન અને પોષણક્ષમ ભાવોની ચિંતા અને પરવા કરવા કર્યા વિના વાવેતર કરી રહ્યા છે. પરંતુ ઉનાળું ખેતીને ખરા ટાણે પાણીની જરૂરિયાત હશે ત્યારે સિંચાઈના પાણી મળશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે.
આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલા એડમિશનના પોર્ટલમાં ખામી
ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડાના મોક્તેશ્વર અને સીપુ જળાશયોમાં 15% પાણીનો ઘટાડો થયો છે. ત્યારે આ જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રાખવામાં આવી રહ્યો છે. ઉનાળાના પાક માટે સિંચાઈનું પાણી ન મળી શકે એવી પરિસ્થિતિ થઈ છે. ત્યારે એક તરફ પાણીના તળ ઉંડા છે.
બીજી તરફ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કેનાલની વ્યવસ્થા નથી. ત્યારે પશુઓ માટે ઘાસચારો અને પશુઓને જીવાડવા માટે પાણી જરૂરિયાત હોય છે. જો કે, અગાઉ પણ માવઠું થવાને કારણે વરીયાળી, રાયડો, ઘઉં સહિતના પાકોને અસરો પહોંચી હતી અને પોષણ ક્ષમભાવ મળ્યા ન હતા. ત્યારે હવે ગરમીનું પ્રમાણ વધતાં ખેડૂતોએ વાવેતર કર્યું છે અને આશા છે કે જો સિંચાઈનું પાણી મળી રહે તો આગામી સમયમાં ઉનાળુ પાક સારી રીતે લઈ શકાય.
આ પણ વાંચોઃ વેબ સિરિઝમાં કામ કરતી 4 રૂપલલનાઓને પોલીસે વેશ્યાવૃત્તિમાંથી છોડાવી
ખેડૂતોએ ઉનાળું પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં 1.82 લાખ હેક્ટરમાં ખેડૂતોએ ઉનાળું પાકનું વાવેતર કર્યું છે. ગત વર્ષે 2.26 લાખ હેક્ટરમાં ઉનાળો પાકનું વાવેતર હતું. ત્યારે ખેડૂતોના વાવેતરની શરૂઆતમાં ઉનાળું પાકના વાવેતરની શરૂઆત થઈ છે. 1 લાખ હેકટરમાં બાજરીનું વાવેતર કર્યું છે, તો 1.78 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું છે. 3800 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કર્યું છે અને 49000 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે. તો સાથે સાથે તરબૂચ અને શક્કરટેટીનું પણ વાવેતર થયું છે. જો કે, ઉનાળું પાકમાં રોગ અથવા જીવજંતુ જીવાતની શક્યતાઓ હોતી નથી એટલે આ વર્ષે ઉનાળું પાક ખેડૂતોને ફળદાયની ખેતીવાડી વિભાગને આશા છે.