RCB vs KKR: મેચ જોવા દુલ્હે રાજા બનીને આવ્યો ચાહક!

IPL 2024: IPLની 17મી સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચ રમાઈ ગઈ છે. ક્રિકેટ લીગમાં દર્શકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ગઈ કાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ હતી. આ વચ્ચે એક વ્યક્તિ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દુલ્હે રાજા બનીને મેચ જોવા પહોંચ્યો હતો. જેના કારણે લોકોને ખુબ મજા પડી હતી.
આ પણ વાંચો: એક વર્ષ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમનેસામને
I casually decided to wear sherwani to an IPL match
pic.twitter.com/oHBVizilbZ
— Deepak Kumaar (@immunewolf_) March 29, 2024
ફોટો કર્યો શેર
એક યુઝરે ‘X’ પર પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં એક વ્યક્તિ શેરવાની અને કપાળ પર પાઘડી પહેરીને જોવા મળ્યો હતો. તેના ગળામાં હાર પણ હતો. દુલ્હે રાજા જેવો એકદમ દેખાઈ રહ્યો હતો. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું કે ‘મેં હમણાં જ IPL મેચમાં શેરવાની પહેરવાનું નક્કી કર્યું હતું. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ ફોટો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
શાનદાર જીત
ગઈ કાલે IPLની 17મી સીઝનની 10મી મેચ હતી. જેમાં RCB સામેની મેચ 7 વિકેટથી જીતીને KKR સીધા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. RCBની હાર થતા તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. IPLની 17મી સીઝનની 10મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. જેમાં ગઈ કાલની મેચમાં RCB હારને કારણે મોટું નુકસાન થયું છે. 3 મેચમાં 1 જીત થતાં તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. 2 મેચમાં 2 જીત સાથે KKRનો નેટ રન રેટ 1.047 છે અને તેના પોઈન્ટ હવે 4 પર સ્થાન પર પહોંચી ગયું છે. પ્રથમ સ્થાજા સ્થાને રાજસ્થાન રોયલ્સ છે જેમણે પોતાની પહેલી 2 મેચ શાનદાર જીતી છે.