મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે અનોખો જનજાગૃતિનો પ્રયાસ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ આગામી સાત મેના દિવસે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવવાનું છે. ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે વિશેષ કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શાળા-કોલેજોમાં વિવિધ પ્રકારથી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સિગ્નેચરથી લઈને લેક્ચર અને શેરી નાટક પણ કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સિગ્નેચર કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બોર્ડ પર કચેરીના કર્મચારીઓ તેમજ કચેરીની મુલાકાતે આવનારા મુલાકાતીઓ દ્વારા સિગ્નેચર કરી વોટિંગ અવેરનેસની કામગીરી કરવામાં આવી રહી છે. રાણીપ ખાતે આવેલી ગીતા સ્કૂલના આચાર્ય જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, શાળાઓમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સિગ્નેચર કેમ્પેઇન, સંકલ્પ પત્રો દ્વારા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર
આ ઉપરાંત વિદ્યાર્થીઓને શેરીઓમાં જઈને સમજાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓમાં મતદાન જાગૃતિ ઓછી હોવાથી મહિલાઓને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શેરી નાટકો દ્વારા પણ વિદ્યાર્થીઓ મતદાતાઓને પ્રેરિત કરી રહ્યા છે. સિનિયર સિટીઝન માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન માટે જઈ શકનારા સિનિયર સિટીઝન અને ત્યાં જઈને મતદાન કરવામાં પણ આવશે જેની પણ જાણકારી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ
તો બીજી તરફ અમદાવાદ શહેરની સ્કૂલોમાં પણ મતદાનને લઈને શપથ લેશે. અમદાવાદ શહેરની શાળાઓમાં અભ્યાસ કરેલો હોય તેવાં વિધાર્થીઓ કે જેઓ પ્રથમવાર મતદાન કરવાના છે. તેમને એકઠાં કરીને સમૂહમાં શપથ લેવડાવવામાં આવશે.