January 3, 2025

ધૂળેટી રમ્યા બાદ વાળની આ રીતે રાખો સારસંભાળ

Post Holi: હોળી રમ્યા બાદ તમારી સ્કિન અને વાળને સારુ એવું નુકસાન થયું છે. આ નુકસાનને ઓછું કરવા માટે તમારે તમારા વાળ અને સ્કિનની એક્સ્ટ્રા સંભાળ રાખવી પડશે. આ માટે તમારે સેમ્પુની સાથે સાથે હેર માસ્કની પણ જરૂર છે. વાળમાં રહેલુ ભેંજ જતુ રહ્યું હોય કે પછી વાળ ખરવાના શરૂ થઈ ગયા હોય. આ તમામ સમસ્યાઓ માટે હેરમાસ્ક ખુબ ઉપયોગી છે.

ઈંડામાંથી બનાવેલ હેર માસ્ક
ઈંડા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. જો તમે ફ્રઝી વાળને ફરીથી ચમકદાર બનાવવા માંગો છો અને વાળ ખરવાથી પણ છુટકારો મેળવવા માંગતા હો તો વાળની ​​જાડાઈ અને લંબાઈ પ્રમાણે એક કે બે ઈંડા લો. ઈંડાને એક બાઉલમાં નાંખો અને તેમાં ત્રણથી ચાર ચમચી દહીં નાખો. આ સાથે તમે એક ચમચી ઓલિવ ઓઈલ પણ ઉમેરી શકો છો. આ ત્રણ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને વાળને નાના-નાના ભાગોમાં વહેંચો અને આ માસ્કને મૂળથી છેડા સુધી લગાવો. તમને પ્રથમ વખત સારું પરિણામ મળશે.

આ પણ વાંચો: ગરમીમાં પગમાંથી આવતી દુર્ગંધ દુર કરવાના ઉપાય

મેથીના દાણાનો માસ્ક
સૌ પ્રથમ એક બાઉલમાં બે ચમચી મેથીના દાણાનો પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં 6 થી 7 ચમચી દહીં અને બેથી ત્રણ ચમચી ઓલિવ ઓઈલ ઉમેરો. આ ત્રણ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દો અને એકથી દોઢ કલાક માટે ઢાંકીને રાખો. હવે તેને તમારા વાળમાં લગાવો અને લગભગ 30-40 મિનિટ પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. બીજા દિવસે શેમ્પૂ કરો.

દહીં અને એલોવેરા
જો કે તમારા વાળ માટે એકલું દહીં જ પૂરતું છે, પરંતુ જો તમે રંગોને કારણે ઝાંખા વાળમાં નવું જીવન આપવા માંગતા હો તો તમે તેની સાથે કેટલીક અન્ય સામગ્રી મિક્સ કરીને માસ્ક તૈયાર કરી શકો છો. બે ચમચી દહીંમાં એક ચમચી ઓલિવ તેલ, એક ચમચી મધ અને બે ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. હવે તેને વાળમાં લગાવો અને લગભગ 25 થી 30 મિનિટ સુધી રહેવા દો. એ બાદ વાળને પાણીથી ધોઈ લો. ઓલિવ તેલને બદલે તમે કોઈપણ માસ્કમાં બદામ અથવા નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.