IPL 2024: ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે બોલીવૂડ સ્ટાર્સ
અમદાવાદ: આવતીકાલથી IPL 2024ની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવાની છે. આ મેચ ચેપોક ક્રિકેટ સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાવાની છે. તમને જણાવી દઈએ કે ઓપનિંગ સેરેમનીમાં એઆર રહેમાન પોતાના સ્વરથી સ્ટેડિયમને ગૂંજવી દેશે. તો અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પણ તમને જોવા મળશે.
The stage is set, the lights are bright, and the stars are ready to shine at the #TATAIPL 2024 Opening Ceremony! 🎉🥳
Get ready for an unforgettable fusion of cricket and entertainment ft. a stellar lineup! ✨
🗓22nd March
⏰6:30 PM onwards pic.twitter.com/7POPthFITx— IndianPremierLeague (@IPL) March 20, 2024
શાનદાર ઓપનિંગ સેરેમની
ક્રિકેટ ચાહકોની આતૂરતાનો હવે અંત આવ્યો છે. IPL 2024ની શરૂઆત થવામાં માત્ર એક દિવસ આડે છે. ત્યારે આ મેચને વધુ અદભૂત બનાવવા માટે ઘણા મોટા સ્ટાર્સ તમને કાલે જોવા મળશે. પ્રખ્યાત ગાયકો પણ તમને ગાતા જોવા મળશે. એ.આર.રહેમાન અને સોનુ નિગમની સાથે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પણ તમને જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની શરૂઆત સાંજના 6.30 વાગ્યે શરૂ થશે. જોકે આ તમામ લાઇવ તમે Jio સિનેમા ઉપર મફતમાં જોઈ શકશો.
ઘરઆંગણે પડકાર
આવતીકાલની મેચ ખુબ ખાસ રહેવાની છે. કારણ કે IPL 2024 પ્રથમ મેચ ચેન્નઈમાં રમાવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઘરઆંગણે પડકાર ફેંકતી જોવા મળશે. જો ચેન્નાઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવાનો વારો આવે છે તો ઘરઆંગણે હાર થશે તેવું કહી શકાશે. ગઈ કાલે હવે પહેલા જ મેચમાં કોની હાર થશે અને કોની ભવ્ય જીત તે હવે તે જોવાનું રહ્યું.