November 24, 2024

વોટ્સએપમાં મેસેજને લઈને આવ્યું આ ફીચર!

અમદાવાદ: આજના સમયમાં મોટા ભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. જેમાં નાની ફાઈલથી લઈને તમામ માહિતી શેર કરવામાં આવી રહી છે. પરંતુ શુ તમારી સાથે એવું થાય છે કે કોઈ મહત્વપુર્ણ મેસજ હોય અને પછી તે મળતો નથી? તો તમારા માટે અમે ટ્રિક લઈને આવ્યા છીએ જેના થકી તમારો ઈમ્પોન્ટ મેસેજ તમારી સામે જ રહેશે.

ફીચર રજૂ કર્યું
વોટ્સએપ યુઝર્સની સુવિધા વધારવા માટે સતત નવા નવા અપડેટ્સ લાવતું રહે છે. ફરી એક વાર કંપની નવું ફીચર લઈને આવ્યું છે. જેમાં પિન મેસેજ ફીચર રજૂ કરવામાં આવ્યું છે. ઘણા લોકોને તે વિશે માહિતી નથી કે આ ફીચરને કેવી રીતે ઉપયોગમાં લેવું. ત્યારે આ તમામ માહિતી અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. હવે તમને સાવલ થતો હશે કે WhatsApp પિન મેસેજ ફીચરનો ઉપયોગ ક્યારે કરવો. સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવાનું છે. ત્યાર બાદ તમારે વ્યક્તિગત ચેટ ખોલીને મહત્વપૂર્ણ મેસેજ કે જે મેસેજ તમે સાચવી રાખવા માંગો છો તે મેસેજ પર જવાનું રહેશે. આ મેસેજ પર તમારે લાંબા સમય સુધી દબાવી રાખવાનું રહેશે. ત્યારબાદ તમારે ત્યાં થ્રી ડોટ ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે પિન પર ક્લિક કરવાનું રહેશે.

આગળ કરો આ
ત્યાર બાદ તમારે અહીં તમે તમારી જરૂરિયાત મુજબ 24 કલાક અથવા 7 દિવસ, 30 દિવસનો સમયગાળો પસંદ કરી શકો છો. જેના કારણે તમે જયારે પણ જેતે વ્યક્તિની ચેટ ખોલશો તો તમે આ સંદેશ પહેલા જોવા મળશે. પરંતુ એ વાત અહિંયા સત્ય છે કે એક સાથે તમે મેસેજને કોપી કરીને પિન નહીં કરી શકો. જેના માટે એક એક મેસજ કોપી કરીને પિન કરી શકાય છે. આ ટીપ્સના કારણે તમારા મહત્વના મેસેજ તમે સાચવી પણ શકો છો અને આ કરવાથી તમને મહત્વની વાત યાદ પણ આવી જશે.