December 28, 2024

IND vs ENG ટેસ્ટ શ્રેણી વચ્ચે આવ્યું આ મોટું અપડેટ

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાવાની છે. આ મેચ 7 માર્ચના ધર્મશાલામાં રમાવાની છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આ વચ્ચે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

લંડનથી ભારત
પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની હવે 2 દિવસમાં રમાવાની છે. આ પહેલા એક અપડેટ સામે આવ્યું છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ લંડનથી ભારત પરત ફર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમણે ઈજા થઈ હતી તે બાદ તે લંડન ગયો હતો. જે બાદ હવે તે નિષ્ણાતની સલાહ લઈને પરત ફર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હવે કેએલ રાહુલ આ મેચમાંથી મેદાનમાં વાપસી કરી શકે છે. ત્યાર બાદ તે 24 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે IPL 2024માં પોતાની પ્રથમ મેચ રમશે.

આ ખેલાડી રમી શકશે નહીં
ESPNcricinfoના રિપોર્ટ આપેલી માહિતી અનુસાર ડેવોન કોનવેના અંગૂઠામાં ફ્રેક્ચર ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20I મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મેચ રમી શકશે નહીં. બહુ ઓછી શક્યતા કે તેઓ IPLમાં રમી શકે છે. તમને જણાવી દઈએ કે તેને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ડેવોન કોનવેને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને બેટિંગને લઈને લોકો વચ્ચે ફેમસ છે.

ખેલાડીનો અકસ્માત થયો
યુવા ખેલાડી રોબિન મિન્ઝ IPL 2024ની શરૂઆત પહેલા અકસ્માતનો ભોગ બન્યા છે. તમને જણાવી દઈએ કે તેને IPL 2024માં 3.60 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. એક માહિતી અનુસાર 21 વર્ષીય રોબિન મિન્ઝ કાવાસાકી સુપરબાઈક ચલાવી રહ્યો હતો તે સમયે અકસ્માત થતા તેને ગંભીર અસર થઈ હતી. તેની બાઈકના આગળનો ભાગ ખરાબ રીતે ભાંગીને ભૂંકો થઈ ગયો હતો.