December 22, 2024

જયંત સિન્હા લોકસભા ચૂંટણી લડવા કેમ નથી માંગતા?

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી આવી રહી છે. આ સાથે કદાવર નેતાઓ એક્ટિવ થઈ ગયા છે. ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી હોય તમામ હાલ રાજનીતિના મેદાનમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હજારીબાગથી ભાજપના સાંસદ જયંત સિન્હાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે એક્સ પર આગામી લોકસભાની ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ
હજારીબાગના ભાજપના સાંસદ જયંત સિન્હાએ આગામી લોકસભાની ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે. તેમણે X પર માહિતી આપતા જણાવ્યું કે તેઓ ભારત અને સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જની સમસ્યાને પહોંચી વળવા પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે. જોકે તેમણે તેમની એક વાત ઉમેરી હતી કે તેઓ ચોક્કસપણે આર્થિક અને શાસનના મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

આભાર વ્યક્ત કર્યો
તેમણે X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના વખાણ કર્યા હતા. જેમાં તેમણે લખ્યું કે મને છેલ્લા દસ વર્ષમાં ભારત અને હજારીબાગની જનતાની સેવા કરવાનો લહાવો મળ્યો છે. આ બંને નેતાઓએ મને ઘણી તક આપી છે. આ તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જય હિંદ.” તમને જણાવી દઈએ કે જયંત સિંહાએ વર્ષ 2014 અને 2019માં હજારીબાગ સંસદીય બેઠક પરથી ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી. તેમના પિતા પણ રાજકારણમાં હતા. તેમના પિતા હજારીબાગના સાંસદ પણ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોના નામની ઔપચારિક રીતે જાહેરાત કરવામાં આવી હતી.