November 24, 2024

Elon Muskએ યુઝર્સને આપી જોરદાર ગિફ્ટ!

અમદાવાદ: એલોન મસ્ક હમેંશા ચર્ચામાં રહે છે. તેમાં પણ X એપને લઈને તે હમેંશા ચર્ચામાં રહે છે. ત્યારે Elon Muskએ X પ્લેટફોર્મને લઈને ફરી એક નવી જાહેરાત કરી છે. જેમાં યુઝર્સ હવે X એપ દ્વારા ઓડિયો-વિડિયો કોલિંગ કરી પણ કરી શકશે.

ફીચરમાં ફેરફારની
Elon Muskએ તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X માટે કોલિંગ ફીચરની જાહેરાત કરી છે. યુઝર્સ હવે X એપ દ્વારા ઓડિયો-વિડિયો કોલિંગ પણ કરી શકશે. જોકે મહત્વની વાત એ છે કે તમે નંબર વગર તમે ફોન કોલ અને વીડિયો કરી શકો છો. X ના પ્રીમિયમ વપરાશકર્તાઓને તો પહેલેથી જ સુવિધા મળતી હતી. હવે દરેક યુઝર્સને ફ્રિમાં સેવા મળશે.

આ રીતે કરો કોલ
X કૉલિંગ સુવિધાને સક્ષમ કરવા માટે, પહેલા તમારા મોબાઇલ ઉપકરણની એપ્લિકેશન પર તમારે જવાનું રહેશે. ત્યાર બાદ તમારી પ્રોફાઇલમાં લોગ ઇન કર્યા પછી, સેટિંગ્સમાં જાઓ અને પ્રાઇવસી અને સલામતી સુવિધા પર ટેપ કરો. અહીં તમારે ડાયરેક્ટ મેસેજમાં જઈને ઓડિયો અને વિડિયો કોલિંગને મંજૂરી આપવાની રહેશે. જો તમારે કોઈને ફોન કરવો છે તો તમારે કોઈપણ ફોલોઅર્સ અથવા નોન-ફોલોઅર્સને કોલ કરવા માટે તમારે તેમની પ્રોફાઇલ પર જવાનું રહેશે. તમને યુઝરની પ્રોફાઈલ સાથે કોલિંગ બટન તમને જોવા મળશે. જેમાં ટેપ કરીને તમે ઓડિયો કોલ અને વીડિયો કોલ કરી શકો છો.