October 5, 2024

IPLમાં આ ખેલાડીઓએ રચ્યો છે ઈતિહાસ

અમદાવાદ: IPL હવે થોડા જ સમયમાં શરૂ થવા જઈ રહી છે. ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે IPLને આવવાને હવે 1 મહિના કરતા પણ ઓછો સમય રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા પ્રથમ તબક્કાનું શિડ્યુલની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે IPLની પ્રથમ મેચ 22 માર્ચેથી શરૂ થવા જઈ રહી છે.

વધુ ઈનિંગ્સ રમનાર ખેલાડી
આ વખતે IPL લોકસભા ચૂંટણીને કારણે બીજા તબક્કામાં રમાશે. વર્ષ 2019માં સામાન્ય ચૂંટણી દરમિયાન પણ ટુર્નામેન્ટ બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ સિઝનમાં પણ 1 અઠવાડિયું વધુ ચાલવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જે મેચ 60 દિવસની હોય તે આ વખતે 67 દિવસ સુધી ચાલી શકે છે. તમને જણાવી દઈએ કે IPLના ઈતિહાસમાં સૌથી વધુ ઈનિંગ્સ રમનાર ખેલાડી રોહિત શર્મા છે. આ પહેલા તેણે બઈ ઈન્ડિયન્સ માટે 5 વખત IPLનો ખિતાબ હાંસલ કર્યો હતો. આ વખતે હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળવા જઈ રહ્યો છે.

આઈપીએલમાં ઈનિંગ્સ
એમએસ ધોની CSKની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. એમએસ ધોનીએ આઈપીએલમાં 218 ઈનિંગ્સ રમી છે. દિનેશ કાર્તિકની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં ઘણી સીઝન રમી છે. જેમાં તેણે IPLમાં 221 ઇનિંગ્સ રમી છે. મહત્વની વાત એ છે કે ધોનીએ પહેલાથી અત્યાર સુધી દરેક IPLરમ્યો છે. આ યાદીમાં શિખર ધવનનું નામ પણ આવે છે. તે IPLમાં ઘણી ટીમો માટે અત્યાર સુધીમાં રમી ચૂક્યો છે.

ઓપનિંગ મેચ રમાશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પહેલા રમાશે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. મહત્વની વાત એ છે કે 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈની કપ્તાની એમએસ ધોનીના હાથમાં જ આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ આરસીબીની કેપ્ટનશીપ કરવાના છે. બંને ટીમ ખુબ જ મજબૂત જોવા મળી રહી છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં ચેન્નાઈએ 20 વખત જ્યારે બેંગ્લોરે 10 વખત જીત હાસિલ કરી છે.