September 21, 2024

FD પર 9% વ્યાજ આપે છે આ બેંકો, રોકાણકારો જરૂર વાંચો

FD Rate: સીનિયર સિટીઝન માટે બેંકો તરફથી અનેક રોકાણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમાં પણ FDમાં રોકાણ કરતા સીનિયર સિટીઝનને અન્ય લોકો કરતા ઘણું વધુ વ્યાજ મળે છે. જો તમે પણ તમારા પૈસાને સીનિયર સિટીઝનના નામ પર એફડી કરાવો છો તો તે પૈસા પર વધારે રિટર્ન મળે છે. સીનિયર સિટીઝન એફડી સ્કીમ વૃદ્ધોના રોકાણમાં વધારો થાય અને સુરક્ષિત રહે તે માટેનો એક શાનદાર પ્રયાસ છે. આયકર અધિનિયમ સેક્શન 80TTB અંતર્ગત વૃદ્ધો આ રીતે થનારા ફાયદા પર 50,000ની છુટ આપવામાં આવે છે. છેલ્લા થોડા સમયથી FD પર મળતા વ્યાજમાં વધારો થાય છે, પરંતુ જો તમે તેનાથી પણ વધારે વ્યાજ મેળવવા માંગતા હો તો આજે અમે તમને કેટલાક સ્મોલ ફાઈનેંસ બેંક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે તમને અન્ય બેંક કરતા વધુ વ્યાજ આપશે.

ઈક્વિટોસ સ્મોલ ફાઈનાન્સ બેંક
ઈક્વિટોસ સ્મોલ ફાઈનાન્સ બેંક સામાન્ય લોકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી જમા રકમ પર 4%થી 9% વ્યાજ આપે છે. 444 દિવસમાં મેચ્યોર થવા વાળી એફડી પર સૌથી વધારે 9% વ્યાજ આપવામાં આવે છે. સીનિયર સિટીઝનને સામાન્ય લોકોને અપાતા વ્યાજ કરતા 0.50% વધુ વ્યાજ આપવામાં આવે છે. આ દરો 21 ઓગસ્ટ, 2023થી લાગુ કરવામાં આવ્યા છે.

ફિનકેયર સ્મોલ ફાઈનાન્સ બેંક
ફિનકેયર સ્મોલ ફાઈનાન્સ બેંકમાં સીનિયર સિટીઝનને 7 દિવસથી 10 વર્ષ સુધીમાં સૌથી વધારે 3.60% થી 9.21% સુધી વ્યાજ દેવામાં આવે છે. આ બેંકમાં સૌથી વધારે 9.21% આપવામાં આવે છે. જે 750 દિવસમાં મેચ્યોર થવા વાળી FD પર મળે છે. આ દરો બેકોં દ્વારા 28 ઓક્ટોમ્બર, 2023થી લાગુ કરાયો છે.

જમા સ્મોલ ફાઈનાન્સ બેંક
જમા સ્મોલ ફાઈનાન્સ બેંક તરફથી સીનિયર સિટીજનને 7 દિવસથી 10 વર્ષ સુધી જમા રકમ પર 3.50%થી 9% સુધી વ્યાજ આપવામાં આવે છે. સૌથી વધારે વ્યાજ દર 9% છે. જે 365 દિવસે મેચ્યોર થવા વાળી એફડી પર આપવામાં આવશે. બેંકે દ્વારા 2 જાન્યુઆપી, 2024ના આ દરોને લાગુ કરવામાં આવ્યા છે.

સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક
આ બેંક સિનિયર સિટીઝનને 7 દિવસથી 10 વર્ષ સુધીમાં રાખેલી રકમ પર 4.50%થી 9.10% સુધી વ્યાજ આપે છે. બેંકનું સૌથી વધારે વ્યાજ 9.10% છે. જે બે વર્ષે મેચ્યોર થવા વાળી એફડી પર આપવામાં આવે છે. આ વ્યાજ દર 22 ડિસેમ્બર, 2023થી લાગુ કરવામાં આવ્યા છે.

યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક
યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંકમાં સીનિયર સિટીઝનને 7 દિવસથી 10 વર્ષના સમય ગાળામાં જમા કરેલ રકમ પર 4.50%થી 9.50% સુધી વ્યાજ આપવામાં આવે છે. 1001 દિવસમાં મેચ્યોર થવા વાળી એફડી પર સૌથી વધારે 9.50% વ્યાજ આપવામાં આવે છે. આ વ્યાજ દર 2 ફેબ્રુઆરી, 2024ના રોજ લાગુ કરવામાં આવ્યા છે.