November 27, 2024

ભાગીદારીથી મળશે ભાવતું ભોજન, સ્વિગીનો સ્વેગ હવે ટ્રેનમાં

અમદાવાદ: આપણે મુસાફરી કરતા હોઇએ ત્યારે અલગ અલગ ફૂડ ખાવાનું મન થતું હોય છે. પરંતુ ઘણી વખત આપણું મનપસંદ ફૂડ મુસાફરી દરમિયાન નથી મળતું તો મૂડ મરી જાય છે. તેમાં બીજી વાત એ પણ છે કે જો તમને મનગમતું ફૂડ મળી જાય તો તમારી આ સફર શાનદાર બની જાય છે. તો હવે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબરી આવી છે. આ ખુશખબરી સ્વિગી લઈને આવ્યું છે. જાણો શું છે આ ખુશખબરી.

ટ્રેનમાં ફૂડ ડિલિવરી કરશે
તમને જાણીને ખુશી થશે કે, થોડા જ સમયમાં હવે સ્વિગી ટ્રેનમાં ફૂડ ડિલિવરી કરશે, IRCTC સાથે તેણે ભાગીદારી કરી દીધી છે. જેના કારણે હવે તમને તમારી સીટ પર બેસીને તમને તમારું મનપસંદ ભોજન મળી જશે. હાલના શરૂઆતના તબક્કામાં સ્વિગી ચાર સ્ટેશનો પર ફૂડ ડિલિવરી આપશે. ત્યારબાદ ધીમે ધીમે સ્ટેશન વધારવામાં આવશે. જો તમારે ફૂડનો ઓર્ડર કરવો છે તો તમારે IRCTC ઇ-કેટરિંગ પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ તેઓ ઓર્ડર આપી શકશે. આ સુવિધા શરૂ કરવાના કારણે સ્વિગીને પણ ફાયદો થશે અને તેની સાથે મુસાફરોને પણ ફાયદો થશે.

IRCTC સાથે ભાગીદારી કરી
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સાથે ભાગીદારી કરી છે. જેના કારણે મુસાફરોને ભાવતું ભોજન મળશે. IRCTCએ બંડલ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. IRCTC ઈ-કેટરિંગ પોર્ટલ દ્વારા પ્રી-ઓર્ડર કરાયેલ ફૂડ સપ્લાય કરવામાં આવશે. બેંગલુરુ, ભુવનેશ્વર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમમાં શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. IRCTCએ આ વિશેની જાહેરાત કરીને માહિતી આપી છે. જેના કારણે હવેથી આ રૂટ પર મુસાફરોને ફૂડને લઈને કોઈ હાલાકી નહી રહે.