મોડેલ તાન્યા આપઘાત કેસ, બોયફ્રેન્ડ અભિષેકનો મોટો ખુલાસો
સુરતઃ થોડા દિવસ પહેલાં મોડેલ તાન્યા સિંઘે પંખે લટકીને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આ કેસમાં એકપછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસે તાન્યાના બોયફ્રેન્ડ અભિષેકની પૂછપરછ કરી હતી. જેમાં એક મોટો ખુલાસો થયો છે.
મોડેલ તાન્યા આપઘાત મામલે પોલીસે તેનો મોબાઇલ કબ્જે કર્યો હતો, પરંતુ કોઈ પુરાવા મળ્યા નહોતા. તાન્યાના મોબાઇલના IDPR પણ મગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 25 લોકોના નિવેદન લીધા છે.
હાલ પોલીસે તાન્યાની બેન્ક ડિટેઇલની તપાસ પોલીસે શરૂ કરી છે. આ ઉપરાંત તાન્યાએ ક્રિકેટર અભિષેક શર્મા સાથે સ્નેપચેટ પર વાત કરી હોવાની ચર્ચા થઈ રહી છે. જ્યારે આ મામલે અભિષેકે પોલીસને જણાવ્યુ હતુ કે, એક વર્ષ પહેલાં તે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
પ્રેમસંબંધને કારણે આપઘાત કર્યો હોવાની શંકા
પ્રાથમિક માહિતી પ્રમાણે, મોડેલે પ્રેમંસંબંધને કારણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આપઘાત કરતા સમયે મોડેલ તાન્યાના કાન પર હેડફોન લગાવેલા હતા. ઉલ્લેખનીય છે. મોડેલ તાન્યાનો પ્રેમસંબંધ IPL ક્રિકેટર અભિષેક શર્મા સાથે હોવાની ચર્ચા થઈ રહી છે.