ભાવનગરમાં NCCનું પેપર લીક, યુવરાજ સિંહની પ્રતિક્રિયા
ભાવનગર: જિલ્લામાં આજે યોજાનારી NCCની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. પરીક્ષાના એક કલાક પહેલા NCCનું પેપર ફૂટ્યુ હતું. જેના કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જેના પર યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષાઓમાં પેપર ફુટવાનું દુષ્ણ આવી ગયું છે. જેના કારણે વિદ્યાર્થીઓની લાંબા સમયની મહેનત પર પાણી ફરી જાય છે. બે-ચાર લોકોના નામ બહાર આવે છે. અને કાર્યવાહી થાય ન થાય એ પહેલા બીજી કોઈ પરીક્ષાનું પેપર કાંડ બહાર આવી જાય છે. ત્યારે આજે પણ ભાવનગરમાં NCCની પરીક્ષાનું પેપર પરીક્ષા એક પહેલા ફૂટ્યુ હતું. ભાવનગર અને અમરેલીના 448 કેડેટ પરીક્ષા આપવામાં માટે તૈયાર હતા. પરીક્ષાના એક કલાક પહેલા પેપર ફુટ્યાની ઘટના બનતા સરકારે પરીક્ષા રદ્દ કરી હતી. ઉપરાંત તે અંગે સ્પષ્ટતા પણ કરી હતી.
🤔શું પેપરલીક રોકવા માટે બનાવેલ કાયદો આ પેપરલીકેજ માફીયાઓ ઉપર એપ્લાય કરવામાં આવશે ??
👇મળતી માહિતી પ્રમાણે #ભાવનગર માં પરીક્ષા પહેલા વધુ એક પેપર ફૂટયું.
🛑પરીક્ષા રદ કરવામાં આવી..
🛑400થી વધુ વિદ્યાર્થીઓ થયા પરેશાન
🛑આજે ભાવનગરમાં યોજાવાની હતી #NCC કેડેટની પરીક્ષા
🛑ભાવનગર… pic.twitter.com/lyZH7oZU2w
— Yuvrajsinh Jadeja (@YAJadeja) February 18, 2024
આ સમગ્ર મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકારે ભૂતકાળમાં બનેલી પેપરલીકેજની ઘટનામાંથી બોધપાઠ નથી લીધો. આથી જ આ ઘટનાનું પુરાવર્તન થઈ રહ્યું છે. પેપરલિકેજ ઉપર બનેલો કાયદો પણ શોભાના ગાંઠિયા સમાન છે. પેપરને લીક કરનારા માફીયાઓ ગુજરાતમાં બેફામ, બેલગામ અને બેખોફ ફરી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી થશે તો લોકોમાં ડર આવશે.