Paytmને વધુ એક ઝટકો, 2 કરોડ યુઝર્સને થશે અસર
Paytm Payments Bank : Paytm ફાસ્ટેગને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. જેના કારણે 2 કરોડ યુઝર્સને અસર થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI) તરફથી ફાસ્ટેગ યૂઝર્સ માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. NHAIએ 32 બેંકના જ FASTag ખરીદવાની અપીલ કરી છે. જેમાં પેટીએમ પેમેન્ટ બેંકનું નામ સામેલ નથી. પેટીએમ ફાસ્ટેગ યૂઝર્સને હવે નવું ફાસ્ટેગ ખરીદવું પડશે, કારણ કે ફાસ્ટેગની સુવિધા આપવા માટે પેટીએમ પેમેન્ટ બેંક રજિસ્ટર્ડ નથી રહ્યું.
29 ફેબ્રુઆપી સુધી થશે ઉપયોગ
IHMCLના જણાવ્યા મુજબ ફાસ્ટેગ માત્ર 32 બેંકોમાંથી જ ખરીદવામાં આવશે. જેમાં પેટીએમ પેમેન્ટ બેંકનું નામ સામેલ નથી. પેટીએમ પેમેન્ટ બેંકને FASTag ખરીદવા માટે લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. RBIએ ફાસ્ટેગ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પેટીએમના ફાસ્ટેગનો ઉપયોગ 29 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. એ બાદ તેનો ઉપયોગ નહીં થઈ શકે. 29 ફેબ્રુઆરી બાદ ટ્રાંજેક્શન પર પ્રતિબંધ લગાડવામાં આવશે. પેટીએમ ફાસ્ટેગ યૂઝર્સ 29 ફેબ્રુઆરી બાદ પોતાના ટેગને સરેન્ડર કરીને બીજી બેંકમાંથી ટેંગ ખરીદી શકે છે.
ક્યાં બેંકમાંથી ટેંગ ખરીદી શકો છો?
FASTags માટે રજીસ્ટર્ડ બેંકમાં એયરટેલ પેમેન્ટ બેંક, ઈલાહબાદ બેંક, એયુ સ્મોલ ફાઈનેંસ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સિટી યૂનિયન બેંક, કોસમોસ બેંક, ઈક્વિટાસ સ્મોલ ફાઈનેંસ બેંક, ફેડરલ બેંક, ફિનો પેમેન્ટ બેંક, HDFC બેંક, ICICI બેંક, IDBI બેંક, IDFC બેંક, ઈન્ડિયા હેંક, ઈન્ડસઈન્ડ બેંક, જેએન્ડકે બેંક, કર્નાટકા બેંક, કરૂર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, નાગપુર નાગરિક સહકારી બેંક, પંજાબ નેશનલ બેંક, સારસ્વત બેંક, સાઉથ ઈન્ડિયન બેંક, ભારતીય સ્ટેટ બેંક, ત્રિશૂર જિલ્લા સહકારી બેંક, યૂકો બેંક, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા અને યસ બેંક છે.
પેટીએમના શેરના ભાવમાં વધારો
છેલ્લા ઘણા સમયથી પેટીએમના શેરના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે શુક્રવારે શેરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આજે પેટીએમના શેરમાં 0.20%ના વધારા સાથે 325.70 રુપિયાનો કારોબાર કરી કહ્યો છે. મહત્વનું છેકે, છેલ્લા 5 દિવસથી સ્ટોકમાં 21 ટકાનો ઘટાડો આવ્યો છે.