November 27, 2024

Motorola એ ભારતમાં એન્ડ્રોઇડ 14 સાથેનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો

અમદાવાદ: Motorola એ ભારતમાં સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે લોકોનું ઓછું બજેટ છે તેમના માટે આ ફોન તમે લઈ શકશો. Motorola Android 14 લોન્ચ થયો છે. આ ફોન તમને તમારા બજેટમાં મળી રહેશે.

મજબૂત ફીચર્સ
Android 14 ઓપરેટિંગ સિસ્ટમ સાથેનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 8 GB રેમ, 5000mAh બેટરી જેવા મજબૂત ફીચર્સ સાથે આવે છે. આ ફોનની સીધી સ્પર્ધા Redmi, Realme, Infinixના બજેટ ફોન સાથે થશે. મોટોરોલાએ ભારતમાં વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. મોટોરોલાનો આ સ્માર્ટફોન 5000mAh બેટરી, એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ સહિત ઘણા પાવરફુલ ફીચર્સ સાથે આવી રહ્યો છે. . Moto G સિરીઝના આ સ્માર્ટફોનમાં પ્રીમિયમ ડિઝાઈન છે.

સસ્તો સ્માર્ટફોન
મોટોરોલાએ ભારતમાં વધુ એક સસ્તો સ્માર્ટફોનને માર્કેટમાં લોન્ચ કર્યો છે. મોટોરોલાનો આ સ્માર્ટફોન 5000mAh બેટરી સાથે આવી ગયો છે. આ ફોનમાં તમને ચાર કલર જોવા મળશે.જેમાં તમે કોનકોર્ડ બ્લેક, સી ગ્રીન, સાટિન બ્લુ અને સનરાઈઝ ઓરેન્જ તમને મળી રહેશે. 4GB RAM + 64GB અને 8GB RAM + 128GBમાં જોવા મળશે.તમને જણાવી દઈએ કે આ ફોનની કિંમત 6,999 રૂપિયા છે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ સિવાય તેને મોટોરોલાના ઈ-સ્ટોર પરથી ખરીદી શકાય છે. તેનું પહેલું વેચાણ 22મી ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે થશે. પ્રથમ સેલમાં તમને સારૂ એવું ડિસ્કાઉન્ટ મળી જશે.

Moto g04 લોન્ચ
મોટોરોલા તેના ભારતીય ગ્રાહકો માટે એક નવો ફોન બજારમાં લાવવા જઈ રહી છે. જેમાં મોટોરોલા ભારતીય ગ્રાહકો માટે Moto g04 લોન્ચ કરી રહી છે . કંપની આ ફોનને 15 ફેબ્રુઆરીએ ગ્રાહકો માટે લોન્ચ કરશે. જોકે, લોન્ચ પહેલા જ કંપનીએ ફોનના કેટલાક ફીચર્સ જાહેર કરવામાં આવ્યા છે. જો તમારે શ્રેષ્ઠ મૂવીના અનુભવ કરવો છે તો તમે આ ફોન ખરીદી શકો છો. શ્રેષ્ઠ મૂવીના અનુભવ માટે આ મોટોરોલા ફોન ડોલ્બી એટમોસ સાઉન્ડ સાથે આવી રહ્યો છે. મોટોરોલાનો નવો ફોન Moto g04 પાવરફુલ પરફોર્મન્સ માટે 8GB રેમ સાથે લાવવામાં આવી રહ્યો છે. સ્ટોરેજની જો વાત કરવામાં આવે તો ફોનમાં 128GB સ્ટોરેજની સુવિધા આપવામાં આવશે. આ ફોનની ડિઝાઈનની વાત કરવામાં આવે તો કંપની 6.6 ઇંચ રાખવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોનને પ્રીમિયમ ડિઝાઇન સાથે લાવવામાં આવી રહ્યો છે. આવનાર ફોન AndroidTM 14 પર ચાલશે. તમને જણાવી દઈએ તે લૂકમાં એકદમ સ્લિમ જોવા મળશે.