December 22, 2024

ભાજપ ધમકી આપીને નેતાઓને પોતાના પક્ષમાં કરે છે: સંદીપ પાઠક

વડોદરા: લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે રાજ્યસભા સાંસદ અને AAPનાં ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે નિવેદન આપ્યું છે. જેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં ઇન્ડી ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડશે . ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસે 8 બેઠક માંગી છે.

મળતી માહિતી અનુસાર લોક સભા ચૂંટણી પર દરેક પક્ષ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકે કહ્યું છે કે ભરૂચ અને ભાવનગરમાં માત્ર આમ આદમી પાર્ટી જ ભાજપને હરાવી શકે છે. નોંઘનીય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસે 8 બેઠકો માંગી છે. તેમણે નિવેદનમાં કહ્યું કે, ગુજરાતમાં ઇન્ડી ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડશે. તો પંજાબમાં આપ અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડશે. જ્યારે દિલ્હીમાં સીટ શેરિંગને લઇ કોંગ્રેસ સાથે હજી વાતચીત ચાલી રહી છે.

વધુમાં સંદીપ પાઠકે જણાવ્યું કે, ભાજપ રૂપિયાનાં જોરે, ધાક ધમકીથી નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરી રહી છે. તેમજ ભાજપ 26 માંથી 26 બેઠકો જીતવાની વાત કરે છે. જો તમામ બેઠર પર ભાજપ જીતશે તો ચૂંટણી બંધ કરાવી દેવી જોઈએ. આ સિવાય સંદીપ પાઠકે ભરૂચની બેઠકને લઇ કોંગ્રેસ પર સાધ્યું નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, ભાઇ ભતીજાને જીતાડવા અહિયાં કોઇ નથી આવ્યું, ભાજપ સરકારને હરાવવા આવ્યા છીએ. તેમજ ખેડૂતોની માંગણી વ્યાજબી છે.

સંદીપ પાઠેક મોદી સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા છે. મોદી સરકાર ખેડૂતોને વાયદા કરી ફરી જવાનો આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, તેમજ કોઇ સીટ પરંપરાગત ભાઇની કે દીકરાની સીટ છે, એવું પરિવારવાદ કરવા થોડી અહીં આવ્યા છીએ