મુખ્ય કોચ ગંભીરે કર્યા સિદ્ધિવિનાયકના દર્શન, ઈંગ્લેન્ડ ટુર પહેલા લીધા આશીર્વાદ

Gautam Gambhir: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા છે. ગૌતમ ગંભીરે તેની પત્ની સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા કરી હતી. ગંભીર ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ગણેશ દર્શન કરવા ગંભીર પહોંચ્યો છે. ગંભીરે પોતાના એક્સ એકાઉન્ટ પર પત્ની સાથે સિદ્ધિવિનાયક મંદિરનો ફોટો શેર કર્યો છે.

આ પણ વાંચો:

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા બાપ્પાના શરણે
ભારતીય ક્રિકેટ ટીમ હવે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. આ સીરિઝ પહેલા ગૌતમ ગંભીર મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો. ભારતીય ટીમ 20 જૂનથી પહેલી મેચ રમશે. આ સિરીઝ 4 ઓગસ્ટ સુધી ચાલવાની છે. આ પહેલા જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝ રમાઈ હતી જેમાં ભારતની જીત થઈ હતી.