પાકિસ્તાનનું ગળું સુકાયું!: ભારતને પત્ર લખ્યો-‘સિંધુ જળ સંધિ પર વિચાર કરો’

India Pakistan Conflict: પાકિસ્તાને ઔપચારિક રીતે ભારતને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ભારતના વિદેશ મંત્રાલયને પત્ર લખીને ચેતવણી આપી છે કે નવી દિલ્હી દ્વારા સંધિને રોકવાના પગલાથી પાકિસ્તાનમાં કટોકટી સર્જાઈ શકે છે. પાકિસ્તાન સરકારે બુધવારે (14 મે 2025) ભારતના જલશક્તિ મંત્રાલયને પત્ર લખીને સિંધુ જળ સમજૂતીને મુલતવી રાખવા પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે.

પાકિસ્તાનના જળ સંસાધન સચિવે પત્ર લખ્યો
પાકિસ્તાનના જળ સંસાધન સચિવ સૈયદ અલી મુર્તઝાએ ભારતને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે, “સિંધુ જળસંધિ સ્થગિત થવાને કારણે, પાકિસ્તાનમાં ખરીફ પાક માટે પાણીની મોટી કટોકટી છે. સિંધુ જળ સંધિ પર ફરી એકવાર પુનર્વિચાર કરો.” પાકિસ્તાને આ પત્રની એક નકલ ભારતના વિદેશ મંત્રાલયને પણ મોકલી છે.