ભરઉનાળે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ , સૌથી વધુ ખેડાના કપડવંજમાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો

Weather Update: ગુજરાતમાં ભરઉનાળે 163 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં પડેલા વરસાદમાં સાંજ 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો છે અને ગાંધીનગરના માણસામાં 1.46 ઈંચ વરસાદ નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર હવામાન વિભાગ દ્વારા હજુ પણ 5 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલ છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા આવ્યા સામે છે. રાજ્યમાં 9 તાલુકમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ગાંધીનગરના માણસામાં 1.46 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, રાત્રે 2થી 4 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સિવાય તાપીના ઢોલવનમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: પાકિસ્તાની સેનાએ સતત 12માં દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમદાવાદ શહેરમાં 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો હતો. અલગ અલગ વિસ્તારની અંદર 23 જેટલા ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. મોડી રાત્રે શહેરભરમાં ભારે વરસાદ ખાબક્યો હતો.