આન્દ્રે રસેલે રાજસ્થાનના બોલરોને ફટકાર્યા, તોફાની અડધી સદી ફટકારી

Andre Russell IPL runs at Eden Gardens: આન્દ્રે રસેલ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. આજની મેચમાં તેની બેટિંગનું તોફાન જોવા મળ્યું હતું. રાજસ્થાનના બોલરો તેની સામે ફેલ થયા હતા. તેની જબદસ્ત બેટિંગના કારણે સામેની ટીમના બોલરો તેનાથી ડરે છે. શાનદાર અડધી સદી ફટકારી અને ટીમનો સ્કોર 200થી વધારે લઈ જવામાં મુખ્ય ભાગ રહ્યો હતો.
આ પણ વાંચો: KKRના ભૂતપૂર્વ ખેલાડી બન્યા બાંગ્લાદેશના કેપ્ટન, મહત્વપૂર્ણ સિરીઝ માટે ટીમની કરાઈ જાહેરાત
એક શાર્પ ઓવરની છેલ્લી ઓવરમાં સતત ત્રણ છગ્ગા
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં આન્દ્રે રસેલ 13મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. આકાશ માધવાલ બોલિંગ કરવા આવ્યો ત્યારે તેણે 14 રન બનાવ્યા હતા. આ પછી પણ સતત ત્રણ છગ્ગા ફટકાર્યા અને રન રેટ વધાર્યો હતો. આન્દ્રે રસેલે મેચમાં 25 બોલમાં કુલ 57 રન બનાવ્યા હતા. જેમાં ચાર ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. તે છેલ્લે સુધી આઉટ થયો ના હતો અને KKRને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. તેની સાથે સાથે તેણે કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર અડધી સદી ફટકારીને તેણે પોતાના 1000 IPL રન પૂરા કર્યા હતા.