BSNLએ લોન્ચ કર્યો 300 રૂપિયાનો સસ્તો રિચાર્જ પ્લાન, યુઝર્સને રોજ 3GB ડેટા મળશે

BSNL: સરકારી ટેલિકોમ કંપની BSNL એ ફરી એકવાર ખાનગી કંપનીઓની ઊંઘ હરામ કરી દીધી છે. BSNL ફરી એક વાર નવો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં ગ્રાહકોને 300 રૂપિયાથી ઓછી કિંમતે દરરોજ 3GB ડેટા આપે છે. આવો જાણીએ આ સિવાય શું મળશે લાભ.
આ પણ વાંચો: જસપ્રીત બુમરાહે સંજનાને ડેટ’ પર લઈ ગયો, સામે આવ્યા ફોટા
BSNLના સસ્તા પ્લાને મચાવી દીધી હંગામો
BSNLએ યાદીમાં 299 રૂપિયાનો શાનદાર રિચાર્જ પ્લાન એડ કર્યો છે. જેમાં ગ્રાહકો તેને 30 દિવસ સુધી વપરાશ કરી શકે છે. આ પ્લાન સાથે તમે 30 દિવસ માટે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. મફત કોલિંગની સાથે, BSNL તેના ગ્રાહકોને દરરોજ 100 મફત SMS પણ આપી રહ્યું છે. દૈનિક ડેટા મર્યાદા પૂરી થયા પછી પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેમાં તમને નેટ ફાસ્ટ નહીં મળે.