ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો GTUનો નિર્ણય

મહેસાણા: GTUએ ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 3 વર્ષ સુધી વિદ્યાર્થીઓ જ ન મળતાં અંતે ગુજરાતીમાં અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યું છે. જીટીયુ સંલગ્ન જીપેરી (ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઈન્સિટ્‌ટ્યુટ) કોલેજમાં અભ્યાસક્રમ શરૂ કરાયો હતો.

વર્ષ 2022માં ડિગ્રી ઈજનેરી ગુજરાતી ભાષામાં શરૂ કરવામાં આવ્યું હતું. ચાર બ્રાંચમાં ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમો શરૂ કરાયા હતા. ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓ જ ન મળતા નિર્ણય લેવાયો છે. ગત વર્ષે તો એકપણ બ્રાંચમાં એકપણ વિદ્યાર્થીએ પ્રવેશ જ લીધો ન હતો. આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે, 2025-26થી ગુજરાતીમાં ઈજનેરીના અભ્યાસ GTU ચલાવશે નહીં.