IPL 2025: રાજસ્થાનને હરાવીને મુંબઈએ પોઈન્ટ ટેબલમાં ધમાકો કર્યો, જાણો બાકી ટીમનું સ્થાન

IPL 2025 Points Table: IPL 2025ની 50મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમે રાજસ્થાનની ટીમને 100 રનથી હાર આપી હતી. આવું કરતાની સાથે મુંબઈની ટીમે પોઈન્ટ ટેબલામાં મોટી છલાંગ લગાવી છે. મુંબઈની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ છે. બીજી બાજૂ પ્લેઓફ રેસમાં રાજસ્થાનની સફર પૂરી થઈ ગઈ છે.
આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા પર આ મુસ્લિમ દેશે કહ્યું- “આપણા દેશમાં ઇસ્લામ આ શીખવતું નથી”
મુંબઈ ઈન્ડિયન્સ ટોચ પર પહોંચ્યું
મુંબઈએ IPL 2025માં 7મી જીત પ્રાપ્ત કરી છે. રાજસ્થાનને હરાવ્યા પછી મુંબઈ હવે પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે. મુંબઈની ટીમ તો આરસીબીને પણ પાછળ છોડી દીધું છે. આ પહેલા તે ટોસ પર હતું. મુંબઈની ટીમે અત્યાર સુધીમાં11 મેચ રમી છે જેમાંથી 7 મેચ જીતી છે. 4 મેચ એવી હતી કે જેમાં હારનો સામનો મુંબઈની ટીમને પડ્યો હતો. RCB 10 મેચ રમી છે અને જેમાંથી 3 મેચમાં હાર અને 7 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ગઈકાલે મુંબઈની ટીમે રાજસ્થાનની ટીમને 100 રનથી હાર આપ્યા બાદ હવે પહેલા સ્થાન પર પહોંચી ગયું છે. RCBના પોઈન્ટ 14 છે પંજાબની ટીમ 13 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. ગુજરાતની ટીમ 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. પાંચમા સ્થાન પર દિલ્હી છે જેના પોઈન્ટ 12 છે.