1998ના મર્ડર કેસમાં ફરાર આરોપી 27 વર્ષ પછી ઝડપાયો, કુહાડીના ઘા મારી મિત્રની કરી હતી હત્યા

નવસારી: 1998ની સાલમાં થયેલ મર્ડરના ગુનામાં ભાગતો ફરતો આરોપી 27 વર્ષ પછી ઝડપાયો છે. આરોપીએ ગણદેવી વિસ્તારમાં એના જ મિત્રને કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. 1998ની સાલમાં ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. હત્યામાં મુખ્ય આરોપી પ્રવીણ વચગાળાના જામીન મેળવી ફરાર થયો હતો.
1997ની સાલમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા 1997ની વી.સી.આર જોઈને વીડિયો પરથી આરોપીનો ફોટો મેળવ્યો હતો. ફોટો અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપી સાધુના વેશમાં ફરતો હોવાની માહિતી મળતાં પોલીસે પણ સાધુનો વેશ ધારણ કરી આરોપી સુધી પહોંચ્યા હતા. પોલીસે આરોપી પ્રવીણ ઉર્ફે પ્રપોદર ચેતનદાસ સાધુને પાટણ જિલ્લામાં આવેલા મહાદેવ મંદિરથી ઝડપી પાડ્યો છે.