OnePlusનો આ ફોન આ નામથી થશે લોન્ચ, કંપનીએ આપી પુષ્ટિ

OnePlus 13T ગયા અઠવાડિયે ચીની બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 16GB RAM, 6260mAh બેટરી જેવા શક્તિશાળી ફિચર આપવામાં આવ્યું છે. કંપની આ ફોન થોડા જ સમયમાં વૈશ્વિક બજારમાં લોન્ચ કરી શકે છે. ઈન્ડિયામાં . વનપ્લસ ઇન્ડિયાએ ‘કમિંગ સૂન’ લખેલા પોસ્ટર સાથે ફોનનો ટીઝ કર્યો છે. ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ પોસ્ટ જોઈને એવું લાગી રહ્યું છે કે OnePlus 13T છે.

આ પણ વાંચો: મુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની કસ્ટડી 12 દિવસ માટે લંબાવવામાં આવી, NIA કોર્ટનો નિર્ણય

વૈશ્વિક બજારમાં OnePlus 13s નામથી લોન્ચ કરશે
OnePlusનો આ ફોન વૈશ્વિક બજારમાં OnePlus 13s નામથી લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન OnePlus 13 ની જેમ Qualcomm Snadpragon 8 Elite પ્રોસેસર સાથે આવશે. OnePlus 13T ને ચીની બજારમાં 39,000ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં તેની કિંમત OnePlus 13 કરતા ઓછી અને OnePlus 13R કરતા વધુ હોવાની સંભાવનાઓ છે.