FRCનો નિયમ ભંગ કરનારી શાળાઓને દંડ ફટકાર્યો, અમદાવાદની 9 તો ગાંધીનગર-કચ્છની એક-એક સ્કૂલને દંડ

અમદાવાદઃ FRCનો નિયમ ભંગ કરનારી શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદ ઝોનમાં આવતી 9 શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદની 9 જેટલી શાળાઓને 5 હજારથી લઈને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફીની એફિડેવિટ કરવામાં વિલંબ, એફિડેવિટમાં મોડી ફાઇલ કરવા સહિતની ભૂલોને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના બોપલની તેજસ વેધવિહારને 10 હજારનો દંડ ફટકાર્યો છે. બોપલની લિટલ બર્ડને 10,000 રૂપિયા, નરોડાની સાગર પ્રાથમિક શાળાને 5000 રૂપિયા, દરિયાપુરની જેપી સ્કૂલને 8000 રૂપિયા, વટવાની વિકાસ સ્કૂલની 5000 રૂપિયા અને રામોલની સત્ય ઈંગ્લિશ સ્કૂલ અને શ્રી શિવ શિશુ વિહારને 25000-25000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત ગાંધીનગરની સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલને 15000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે કચ્છની સૂર્ય વરસાણી એકેડેમીને પણ 15000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.