શુભમન ગિલે પોતાના સંબંધો વિશે મોટો ખુલાસો કર્યો, કહ્યું હું છેલ્લા ત્રણ વર્ષથી સિંગલ છું

Shubman Gill Relationship: ભારતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પોતાના અંગત જીવનને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ગિલનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાયું છે. ગિલનું નામ સારા અલી ખાન, સારા તેંડુલકર અને અવનીત કૌર સાથે જોડાયું છે. હવે આ વાતને લઈને ગિલે ખુલાસો કર્યો છે. તેણે ડેટિંગની અફવાઓનો અંત લાવ્યો અને કહ્યું કે તે બકવાસ છે.

આ પણ વાંચો: આજે MI vs LSGનો મહામુકાબલો, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

સારા કે અવનીત કોને ડેટ કરી રહ્યા છે?
શુભમન ગિલે એક મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે હું છેલ્લા ત્રણ વર્ષથી સિંગલ છું, અને ઘણી બધી અફવાઓ અને અટકળો મને જુદા જુદા લોકો સાથે જોડે છે. ક્યારેક મને એ મૂર્ખ લાગે છે કારણ કે હું મારા જીવનમાં ક્યારેય એ વ્યક્તિને મળ્યો નથી. હાલ મારું ધ્યાન વ્યાવસાયિક કારકિર્દી પર છે. તેમણે વધુમાં કહ્યું કે હાલમાં મારું ધ્યાન વ્યાવસાયિક કારકિર્દી પર છે અને હું ફક્ત તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરું છું. મારા જીવનમાં હું વર્ષમાં 300 દિવસ મુસાફરી કરું છું. એટલા માટે કોઈની સાથે સમય વિતાવવાનો સમય નથી.