રિષભ પંત T20 માં કેમ સફળ નથી થઈ શકતો? ચેતેશ્વર પૂજારાએ ખોલ્યું રહસ્ય

Rishabh Pant: રિષભ પંતનું પ્રદર્શન આઈપીએલ 2025માં કંઈ ખાસ જોવા મળ્યું નથી. આ વિશે ચેતેશ્વર પૂજારાએ પંતના ખરાબ ફોર્મ માટે એક વિચારશીલ કારણ આપ્યું છે, ખાસ કરીને જ્યારે લોકો તેની તુલના ટેસ્ટ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન સાથે કરે છે.

આ પણ વાંચો: OnePlus 13T ઓછી કિંમતે લોન્ચ, જાણો ફિચર

ચેતેશ્વર પૂજારાએ સમસ્યા જણાવી
પૂજારાએ કહ્યું કે ટેસ્ટ અને T20 ક્રિકેટમાં પંતની બેટિંગમાં ઘણો તફાવત છે. એક મીડિયા સાથેની વાતમાં ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે “જ્યારે પંત ટેસ્ટ મેચ રમે છે, ત્યારે તેની પાસે વિચારવા અને રમવા માટે વધુ સમય હોય છે. તે જાણે છે કે બોલરો તેને આઉટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સમયે ફિલ્ડિંગ આક્રમક હોય છે, સ્લિપમાં ખેલાડીઓ હોય છે, જેના કારણે તેને રમવા માટે ગેપ મળે છે. પરંતુ T20માં વસ્તુઓ ખૂબ જ ઝડપી હોય છે, જે પંત માટે મુશ્કેલ બનાવી શકે છે.”