આજે RCB vs RRનો મુકાબલો,જાણો હવામાન કેવું રહેશે

RCB vs RR: IPL 2025ની 42મી લીગ મેચ બેંગ્લોર અને રાજસ્થાનની ટીમનો આમનો સામનો થશે. આ મેચનું આયોજન બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. બેંગ્લોરે 8 મેચ રમી છે જેમાંથી 5 મેચ રમવામાં સફળ રહી છે. હાલમાં પોઈન્ટ ટેબલામાં ચોથા સ્થાન પર છે. રાજસ્થાનની ટીમની વાત કરવામાં આવે તો આ સિઝન રાજસ્થાનની ટીમ માટે સુપર ફ્લોપ રહી છે. અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને 2 મેચ જીતવામાં તે સફળ રહી છે. રાજસ્થાનની ટીમને હવે આગળ મેચ રમવી છે તો તેણે તમામ મેચમાં હવે મેચ જીતવી પડશે. ત્યારે આવો જાણીએ બેંગલુરુના હવામાન કેવું રહેશે.

આ પણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ વધી, ફેનકોડે ભર્યું મોટું પગલું

કેવું રહેશે હવામાન?
હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહી શકે છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે માન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. વરસાદની કોઈ શક્યતા નથી, જેના કારણે ચાહકોને આ મેચમાં કોઈ ખેદ જોવા નહીં મળે. બંને ટીમે પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન પ્રાપ્ત કરવું હોય તો બાકી રહેલી તમામ મેચમાં સારું પ્રદર્શન કરવું પડશે.