પાકિસ્તાનના અરશદ નદીમે નિરજ ચોપરાની ઓફર ફગાવી, ભારત આવવાનો કરી દીધો ઇનકાર

Neeraj Chopra: એનસી ક્લાસિક ભાલા ફેંક ટુર્નામેન્ટ 24 મેથી ભારતમાં શરું થવાની છે. જેમાં નિરજ ચોપરા રમતો જોવા મળશે. ખાસ વાત તો એ છે કે પાકિસ્તાનની બેસ્ટ ભાલાફેંક ખેલાડી અરશદ નદીમને આમંત્રણ આપ્યું હતું. પરંતુ મોટી વાત તો એ છે કે તેણે ભારત આવવાનો ઇનકાર કરી દીધો હતો. નિરજના પ્રસ્તાવને નકારી દીધો હતો. અરશદે કહ્યું છે કે તે આ સમય દરમિયાન અન્ય ટુર્નામેન્ટમાં વ્યસ્ત રહેશે. જેના કારણે તે ઈન્ડિયા આવી શકશે નહીં.
આ પણ વાંચો: પહલગામમાં આતંકી હુમલા બાદ પહેલી વખત PM મોદીનો હુંકાર, આતંકવાદીઓને શોધીને ઠાર મારીશું
અરશદ નદીમ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
અરશદ નદીમે કહ્યું કે NC ક્લાસિક ટુર્નામેન્ટ 24 મેના રોજ છે આ સમયે હું ચેમ્પિયનશિપ માટે કોરિયા જવા રવાના થઈશ. તેમણે કહ્યું કે તેઓ 27 થી 31 મે દરમિયાન કોરિયામાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપ માટે સખત મહેનત કરી રહ્યા છે. આ કારણે તે NC ક્લાસિક જેવલિન ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.