બોટાદમાં આવેલ માધવ પાર્ક વિસ્તારમાં પાણીનો પોકાર, રહિશો હેરાન

Botad News: બોટાદ શહેરમાં આવેલ માધવ પાર્ક વિસ્તારમાં છેલ્લા બે માસથી પીવાનું પાણી આવતું નથી. જેના કારણે વિસ્તારનાં રહિશોને ટેન્કર મંગાવવા પડે છે. રહિશો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. વિસ્તારના રહિશોએ અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પ્રશ્નનો નિરાકરણ નહિ આવતા વિસ્તારમાં મહિલાઓએકત્રિત થઈ હતી. નગરપાલીકા વિરુધ સુત્રોચ્ચાર કરી માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. જો તાત્કાલિક પાણીનો પ્રશ્ન હલ નહિં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: સોનાના ભાવમાં થયો ફરી આજે વધારો, 1800 રૂપિયા મોંઘુ થયું

આર્થિક પરિસ્થિતિનો સામનો
બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ માધવ પાર્ક શેરી નં-1 ખાતે છેલ્લા બે માસથી પીવાના પાણીની સમસ્યાને લઇ આ વિસ્તારના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. બોટાદ નગરપાલિકા દ્વારા 15 દિવસે એક વખત પાણી આપવામાં આવે છે. છેલ્લા બે માસથી પાણી આપવામાં ન આવતા લોકોનેના છૂટકે દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે. રૂપિયા 500 થી ના ભાવના ટેન્કર મંગાવા પડે જેથી આર્થિક પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ વિસ્તારની મહિલાઓ રોષે ભરાઈ હતી. અને નગરપાલિકા હાય હાય ના નારા લગાવી માટલાઓ ફોડી વિરોધ નોંધાયો હતો. તાત્કાલિક આ વિસ્તારના રહીશોને પાણી આપવા મહિલાઓ દ્વારા માંગ કરાઈ હતી. જો આવતા દિવસોમાં આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.