વાહનોના હોર્નમાંથી ઢોલ, તબલા અને વાંસળીનો અવાજ આવશે: નીતિન ગડકરી

Nitin Gadkari: ભારતમાં આવનારા દિવસોમાં વાહનોના હોર્નમાંથી ઢોલક અથવા વાંસળીનો સૂર સાંભળી શકો છો. નીતિન ગડકરીએ કહ્યું કે અમે એવો કાયદો બનાવવાનું વિચારી રહ્યા છીએ કે જેના હેઠળ વાહનોના હોર્નમાં ફક્ત ભારતીય સંગીતનાં સાધનોનો અવાજ જ વાપરી શકાય. ગડકરીએ કહ્યું કે વાંસળી, તબલા, વાયોલિન અને હાર્મોનિયમ જેવા અવાજોનો ઉપયોગ કરીને વાહનના હોર્નને વધુ મધુર બનાવવાનો ઉદ્દેશ્ય છે.
આ પણ વાંચો: સોનાના ભાવમાં થયો ફરી આજે વધારો, 1800 રૂપિયા મોંઘુ થયું
વાયુ પ્રદૂષણ જવાબદાર
ભારતમાં 40% વાયુ પ્રદૂષણ માટે પરિવહન ક્ષેત્ર જવાબદાર છે. ભારતનો ઓટોમોબાઈલ ક્ષેત્ર 2014 માં 14 લાખ કરોડ રૂપિયાનો હતો, જે હવે વધીને 22 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. હાલમાં ભારતથી આગળ ફક્ત અમેરિકા અને ચીન જ છે. તમને જણાવી દઈએ કે ભારત ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બન્યું છે.