વિઝડન દ્વારા બુમરાહ અને સ્મૃતિ મંધાનાને બેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા

Mandhana win top Wisden Awards: વિઝડને દુનિયાના બેસ્ટ ક્રિકેટરોના નામ જાહેર કર્યા છે. ભારતીય ક્રિકેટરો સ્મૃતિ મંધાના અને જસપ્રીત બુમરાહને વર્ષ 2024 માટે આ સન્માન આપવામાં આવ્યું છે. T-20 માં આ સન્માન વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર નિકોલસ પૂરનને આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પોઈન્ટ ટેબલ ટોપર ગુજરાત આ બાબતમાં નિષ્ફળ, ધોનીની CSK છે નંબર વન

બુમરાહને કોઈ પરિચયની જરૂર નથી
ક્રિકેટની દુનિયામાં દેશની સાથે આજે દુનિયામાં બુમરાહને કોઈ ઓળખની જરૂર નથી. ભારતીય ટીમના આ સ્ટાર ખેલાડીએ અત્યાર સુધીમાં 45 ટેસ્ટ મેચોમાં 19.40ની સરેરાશથી 204 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 89 વનડેમાં 149 વિકેટ લીધી છે. T20માં તેણે ટોટલ 70 મેચ રમી છે જેમાં તે 297 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. મંધાનાની વાત કરવામાં આવે તો વર્ષ 2024માં તમામ ફોર્મેટમાં 1600 થી વધુ રન બનાવ્યા હતા. વિઝડન તરફથી બેસ્ટ ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 2024માં તમામ ફોર્મેટમાં 1659 રન બનાવ્યા છે આટલું જ નહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં ખેલાડી દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે. નિકોલસ પૂરણની વાત કરવામાં આવે તો તેણે T20માં 142ના સ્ટ્રાઈક રેટથી 464 રન બનાવવામાં સફળ રહ્યો હતો. હવે તમને સવાલ થતો હશે કે વિઝડન એવોર્ડ એટલે શું? વિઝડન એવોર્ડ ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક છે. ક્રિકેટ વિશેના વાર્ષિક પ્રકાશન, વિઝડન ક્રિકેટર્સ અલ્માનેક દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડ ક્રિકેટમાં સૌથી બેસ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે.