ઢાબા સ્ટાઇલની પંજાબી લસ્સી બનાવો આ રીતે, મિનિટોમાં થઈ જશે તૈયાર

Lassi Recipe: ઉનાળો શરૂ થઈ ગયો છે. આ સિઝનમાં પેટમાં બળવાની સમસ્યા થતી હોય છે. ત્યારે લોકો અલગ અલગ ઠંડા પીણા પીતા હોય છે. ત્યારે અમે તમારા માટે પંજાબી લસ્સીની રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ લસ્સીની રેસીપી.

આ પણ વાંચો: રાજકોટમાં બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ, જાણો સમગ્ર કિસ્સો

લસ્સીની રેસીપી
પ્રથમ તમારે એક બાઉલમાં દહીં લેવાનું રહેશે. તેને સારી રીતે તમારે ફેંટી લેવાનું રહેશે. હવે તમારે તેમાં ખાંડ અને એલચી પાવડર એડ કરવાનો રહેશે. જો તમને ગુલાબજળ ટેસ્ટ પસંદ હોય તો તમે તેને ઉમેરી શકો છો. આ સિવાય તમને બીજો કોઈ ટેસ્ટ પસંદ હોય તો તમારે તેને મિક્સ કરવાનો રહેશે. આ તમામ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દો. જો તમારે ઠંડી પીવી હોય તો તમારે તેમાં બરફ નાંખવાનો રહેશે. જો તમને કાજુ બદામ પિસ્તા જેવા ડ્રાયફ્રુટ પસંદ હોય તો તમે તેને એડ કરી શકો છો. લસ્સીને તમારા આહાર યોજનાનો ભાગ પણ બનાવી શકો છો. ઉનાળાની સિઝનમાં લસ્સી પીવી તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.