વડોદરામાં ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત; સાત ઈજાગ્રસ્ત

Vadodara: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી જતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમા 2 લોકોના મોત નીપજ્યા છે.
મળતી માહિતી અનુસાર સુરતથી અમદાવાદ જઈ રહેલી પવન ટ્રાવેલ્સની બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. તેમજ સાત લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અમદાવાદના 58 વર્ષના ચંદુભાઈ કુંભાણાનું મોત અને અમરેલીના 25 વર્ષના પાર્થ બાવળિયાનું મોત થયું છે.
આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા પરિક્રમા કરી, કહ્યું- રામબનમાંથી ગુજરાતીઓને સુરક્ષિત ગુજરાતમાં લાવીશું