જામનગરમાંથી નકલી પોલીસ સામે નોંધાયો ગુનો, ધમકી આપ્યા 1.57 લાખ રૂપિયા પડાવ્યા

Jamnagar: રાજ્યમાં અવારનવાર નકલી પોલીસ, જજ, ડોક્ટરો ઝડપાતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર જામનગરમાંથી નકલી પોલીસ સામે ગુનોં નોંધાયો છે. SOG જામનગર PIના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી પૈસા પડાવ્યા હતા. તેમજ જેલમાં આરોપીને મદદ કરતો હોવાનુ કહી SOG વાળા ઉપાડી જશે તેવો ડર પણ બતાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર SOG જામનગર PIના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી વોટસઅપ પર ચેટ કરીને 1.57 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેમજ જેલમાં આરોપીને મદદ કરતો હોવાનુ કહી SOG વાળા ઉપાડી જશે તેવો ડર બતાવ્યો હતો. 19 વર્ષીય યુવાન મોહમદરીયાન ઇમ્તીયાઝભાઇ શેખે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જોકે, પોલીસે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: આરોપી રક્ષિત ચોરસિયાએ કરી જામીન અરજી, પોલીસ અરજીનો વિરોધ કરતું સોગંદનામું મૂકશે